તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એમ્સની પરીક્ષામાં શહેરનો શાલીન દેશમાં 40મા ક્રમાંકે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એમ્સની પરીક્ષામાં વડોદરાનાં ચાર વિદ્યાર્થીઓ ઝળકયાં
- શહેર જિલ્લાના ધોરણ-૧૨ સાયન્સનાં ૧૦ હજાર છાત્રોએ પરીક્ષા આપી હતી


ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિ‌ટયૂટ ઓફ મેડીકલ સાયન્સ (એમ્સ)ની પ્રથમ વર્ષ એમ.બી.બી.એસની ૬૭૭ બેઠકો માટે આજે જાહેર થયેલા પરિણામમાં કારેલીબાગની બ્રાઇટ સ્કૂલના વિદ્યાર્થી શાલીન શાહે દેશમાં ૪૦મો અને વડોદરા શહેરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. શાલીન શાહ સાથે વડોદરાના ચાર વિદ્યાર્થી‍ઓએ પણ એમ્સની જટીલ ગણાતી પરીક્ષાના ઉત્કૃષ્ઠ દેખાવ કરીને હવે એમ્સની દિલ્હી, જોધપુર અને ભોપાલ ખાતેની મેડીકલ કોલેજ પ્રવેશ લઇને કારર્કિદી ઘડવાનો નિર્ણય કર્યો છે.

એમ્સની પ્રથમ વર્ષ એમ.બી.બી.એસની કુલ ૬૭૭ બેઠકો માટે વડોદરા શહેરમાંથી ધોરણ-૧૨ સાયન્સના ૧૦ હજાર વિદ્યાર્થીઓ સહિ‌ત દેશભરમાંથી પાંચ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. મેડીકલ લાઇનમાં એમ્સની પરીક્ષા ખૂબ જ જટીલ ગણાય છે. આ પાસ કરવામાં બ્રાઇટ સ્કૂલ, નવરચના સ્કૂલ અને ભવન્સ સ્કૂલ તથા આણંદના આનંદાલય વિદ્યાલયના ચાર વિદ્યાર્થીઓને સફળતા મળી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એમ્સની પરીક્ષામાં પાસ થયેલા વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓની સરનેમ શાહ છે.

એમ્સની પરીક્ષામા સફળ થયેલા વિદ્યાર્થીઓ અંગે વાંચવા ફોટો બદલતા જાવ.