• Gujarati News
  • The Amount Of Alcohol Disappeared After A Car Accident!

અકસ્માત બાદ પહેલા દારૂનો જથ્થો અને પછી જ કાર ગાયબ!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(અકસ્માતગ્રસ્ત ઇનોવા કાર જોઇ શકાય છે)
- અકસ્માત બાદ દારૂનો જથ્થો-કાર ગાયબ!
- બૂટલેગરનો જાદુ|કરજણ અણસ્તુ રોડ પર દારૂ ભરેલી ઇનોવા કાર ઝાડમાં અથડાઇ પલટતા દારૂ-બીયરની રેલમછેલ
કરજણ : કરજણ-વડોદરા રોડ પર અણસ્તુ પાસે દારૂ ભરેલી ઇનોવા કાર શુક્રવારે મળસ્કે ઝાડમાં અથડાઇ પલટી જતાં દારૂની રેલમછેલ થઇ ગઇ હતી. ચોંકાવનારી વાત એ છે કે બૂટલેગરો દારૂ-બીયરની પેટી અને કાર વગે કરી ગયા હતા જ્યારે કરજણ પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી. બીજા દિવસે પોલીસને કાંઇ ન મળતાં સ્ટેશન ડાયરીમાં નોંધ કરી ખાનાપૂર્તિ કરી હતી.
દારૂ-બીયર ભરેલી કારનો અકસ્માત થાય અને બૂટલેગરો તેને વગે કરી ગયા હોય તેવો બીજો બનાવ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયો છે.
શુક્રવારે મળસ્કે દારૂ-બીયર 81 પેટી ભરેલી ઇનોવા કરજણથી પાદરા રોડ પરથી પસાર થતી હતી. અણસ્તુ ક્રોસિંગ પાસે ચાલકે રોંગસાઇડમાં જતા કાર ઝાડ સાથે અથડાતાં કારમાંથી દારૂ-બીયરની બોટલ તેમજ ટીન તૂટી જતાં રેલમછેલ થઇ હતી. ચોંકાવનારી વાત એ છે કે, 30 પેટી જેટલો દારૂ-બીયર બચી જતાં બુટલેગરોએ સાગરિતોને બોલાવી વગે કરી દીધો હતો. વડોદરાથી ક્રેન મંગાવીને ઇનોવાને વડોદરાના ગેરેજમાં પહોંચાડી હતી. રાત્રિ પટ્રોલિંગ કરતી પોલીસ ગાઢ નિદ્રામાં જણાઇ હતી.
રોડની બાજુમાં દારૂની ફુટેલી બોટલો, પેકીંગ તેમજ બિયરના ટીન પડેલા હતાં. સવારે રાહદારીઓ બીયરના ટીનો ગટરમાંથી શોધી લઇ ગયા હતા, જ્યારે પોલીસે શેરડીનું ખેતર ખૂદી નાખ્યું પણ કાંઇ ન મળતાં સ્ટેશન ડાયરીમાં નોંધ કરી ભીનુ સંકેલ્યું હતું.પોલીસે વડોદરાથી કાર કબજે કરી હતી.
વાંચો આગળ, તુટીલે બોટલો બૂટલેગરોનાં કારસ્તાનની ચાડી ખાય છે, 5 ઓક્ટોબરે ગાડીમાંથી દારૂ ગયો અને હવે આખી ગાડી જ ગઇ, સ્ટેશન ડાયરીમાં નોંધ કરી તપાસ ચાલુ છે ...