• Gujarati News
  • Thakar Family Collected Garbi And Making Bird Nest In Vadodara Latets News

વડોદરા:ઠાકર પરિવાર ગરબી એકત્ર કરી પક્ષી માટે માળો બનાવે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા:શહેરનો ઠાકર પરિવાર દર વર્ષે નવરાત્રીમાં સ્થાપન કરાયેલ માતાજીના ઘટનું નવરાત્રી બાદ વિસર્જન કરાતી વેળાએ ગરબી એકત્ર કરીને પક્ષીઓ માટે માળો તૈયાર કરીને વૃક્ષો પર ટીંગાડે છે. બે વર્ષમાં અંદાજે અઢી હજાર ગરબી શહેરના વિવિધ વિસ્તારમાં વૃક્ષો પર લગાડી છે.
Paragraph Filter
-દર વર્ષે નવરાત્રીમાં સ્થાપન કરાયેલ માતાજીના ઘટનું નવરાત્રી બાદ વિસર્જન કરાતી વેળા ગરબી એકત્ર કરી સદ્ઉપયોગ
વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર રહેતા પ્રદિપ ઠાકર માન કલ્યાણ પર્યાવરણ અને સુરક્ષા મંડળ નામની એનજીઓ ચલાવે છે તેમણે જળ પ્રદુષણ તથા પક્ષીઓને પાણી અને માળો મળે તે માટેના પ્રયાસો કર્યા હતા. બે વર્ષથી વડોદરામાં સ્થાયી થયેલા પ્રદિપ ઠાકર શહેરમાં પણ પક્ષીઓને માળો મળે તે માટેનો નવતર અભિગમ શરુ કર્યો હતો. દર વર્ષે ચૈત્રી નવરાત્રી કે પછી આસો નવરાત્ર પછી શ્રદ્ધાળુઓ તળાવ કે નદીમાં ગરબીનું વિસર્જન કરે છે.
ગરબી પર સુશોભન માટે લગાવાયેલ કેમિકલના કારણે તળાવમાં રહેતા જળચરને નુકશાન થાય છે અને પાણી પણ પ્રદુષિત થાય છે તેને ધ્યાનમાં રાખીને પ્રદિપભાઇ અને તેમના પરિવારે નવરાત્રી બાદ જેણે પણ પોતાના ઘરમાં ગરબીનું સ્થાપન કર્યુ હોય છે તેવા શ્રદ્ધાળુઓના ઘેર જઇને ગરબી એકત્ર કરે છે. ગરબીને વ્યવસ્થીત સાફ કરીને તેમાં પક્ષીઓ માળો મુકી શકે તે રીતે તૈયાર કરીને વૃક્ષો પર ટીંગાડે છે. પ્રદિપભાઇને તેમના પત્ની સ્મીતાબેન અને પુત્ર ધ્રુવ તથા પુત્રીઓ ઝંખના અને માનસીનો સહકાર આ કાર્યમાં મળે છે.

આગળની સ્લાઈડ્સ ક્લિક કરીને જુઓ,ગરબીનો સદ્ઉપયોગ થાય છે,આ પ્રવૃત્તિ સરાહનીય છે....