પારુલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ‘ટાટા ફર્સ્ટ ડોટ’નું આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: પારુલ ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને નેશનલ આંત્રપ્રિન્યોરશિપ નેટવર્કના સહયોગથી સ્ટુડન્ટ્સ માં આંત્રપ્રિન્યોરશિપ વિકસે, તે માટે તેમનામાં એવો અભિગમ કેળવાય અને આંત્રપ્રિન્યોરશિપની મહત્વની બાબતો જાણે તે માટે ‘ટાટા ફર્સ્ટ ડોટ’ નામના પ્રોગ્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ અંતર્ગત ખ્યાતનામ શિક્ષણશાસ્ત્રી રાજ શંકરે વર્કશોપ યોજી હતી. આ વર્કશોપમાં પારુલ ઇન્સ્ટિટ્યૂટ, બાબરિયા ઇન્સ્ટિટ્યૂટ, ચારૂસેટ, ચાંગા સહિતની 19 ઇન્સ્ટિટ્યૂટ્સે ભાગ લીધો હતો. ટાટા ફર્સ્ટ ડોટ એ સહાયિત ઉદ્યોગ શરૂ કરનાર વિદ્યાર્થીને માર્ગદર્શનનો મંચ પૂરો પાડે છે. .