વડોદરામાં ટી-૧૦ કોર્પોરેટ કિક્રેટ યોજાઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વિજેતા ટીમને ૪૦ હજાર અને રન અર્પ ટીમને ૨પ હજારનું ઇનામ એનાયત
- ચેમ્પિયનશિપ એડિશન ફાઇવ-૨૦૧૩ની ફાઇનલ મેચમાં ૧૬ ટીમોએ ભાગ લીધો


સ્લમ બેન્ગ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા ચાલી રહેલી ટી-૧૦ ર્કોપોરેટ કિક્રેટ ચેમ્પિયનશિપ એડિશન ફાઇવ-૨૦૧૩ની ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ફાઇનલ મેચ વડોદરા શહેરની અનુગ્રહ ટેક અન સ્વરાજ્ય બિલ્ડરે વચ્ચે રમાઇ હતી. સ્વરાજ્ય બિલ્ડર દ્વારા ફાઇનલ મેચના જીતીને સ્લમ બેન્ગ ટી-૧૦ ર્કોપોરેટ કિક્રેટ ચેમ્પિયનશિપની ટ્રોફીની હકદાર ટીમ બની હતી. વિજેતા ટીમને ૪૦ હજાર અને રન અર્પ ટીમને ૨પ હજારનું ઇનામ એનાયત કરવામાં આવ્યુ હતું. સમગ્ર ચેમ્પયનશીપમાં ૧૬ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં કેમરોક, જી.એસ.એફ.સી, રુદ્ર કન્સ્ટ્ર્કશન, ઇબી ક્લબ, મિસ્ટર ક્લિન, સન ફાર્મા, લિન્ડે, દર્શવ, ડાયમન્ડ પાવર, સીઆર સ્કૂટર, સ્વરાજ્ય બિલ્ડર, અનુરાગ ટેક, બાર્બક્યૂ ઇન, એચ.ડી.એફ.સી બેન્ક, ફિલિપ્સ જેવી શહેરની અગ્રણી કંપનીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.

છેલ્લા પ વર્ષથી યોજાતી આ ક્રિકેટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં ક્રિકેટર અન્શુમન ગાયકવાડ, કેમરોક ઇન્ડ્સ્ટ્રીના ડાયરેક્ટર મહેન્દ્ર પટેલ, પાવન ગ્રૂપના હેડ અલ્કેશ પટેલ, પોસ્ટલના ડાયરેક્ટર ગણેશભાઇ, બીએમડબલ્યૂ ડિલર માકેટિંગ હેડ મૌલિકભાઇ, સ્પોર્ટીગ ટૂર્લ્સના માલિક રિન્જુ ઝવેરી, ઇબી ક્લબના પંકજ શ્રોફ, પૃથ્વી એક્ઝીમના આનંદ શ્રોફ, વર્જિન ટુરર્સના જય પ્રભાવ જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.