વડોદરામાં ગરમીનો પારો 42 ડીગ્રી, રોડ પીગળી ગયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ગરમીને કારણે રોડ-રસ્તા પીગળી ગયા

વડોદરા શહેરમાં ગરમીનો પારો સતત ઉંચે જઈ છે. ગરમીનો પારો વડોદરામાં 42 ડીગ્રી પાર કરી ગયો છે, જેને કારણે શહેરીજનો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે, ગરમી એટલી હદે વધી ગઈ છે કે,વડોદરા શહેરના રોડ-રસ્તાઓ પીગળી રહ્યા છે. વડોદરા શહેરના ખોડીયારનગરમાં રોડ પર ડામર પીગળીને ઉપર આવી ગયો છે,

વડોદરા શહેરમાં આજે પણ ગરમીનો પારો ઉપર જતા લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. અને પવનની ગતિ માત્ર સાત કિલોમીટરની રહી હતી જેથી લોકો બફારો અને આકરો તાપ અનુભવ્યો કરી રહ્યા છે, . સવારે હવામાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા રહે છે, જેથી ૯ વાગ્યા સુધી બફારો અનુભવાય છે,

પીગળેલો રોડ બન્યો મુસીબત, વાંચવા માટે ફોટો બદલતા જાવ.
તસવીરો: પ્રણય શાહ, વડોદરા.