વડોદરા: પાણીગેટમાં કિશોરનો અગમ્ય કારણોસર ગળેફાંસો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: કિશોરનો મૃતદેહ નજરે પડે છે)

વડોદરા: શહેરના પાણીગેટ સ્થિત આર્યુવેદિક ત્રણ રસ્તા પાસેના હરીશ પેટ્રોલપંપ પાસેની ઝૂંપડામાં રહેતા 16 વર્ષીય કિશોરે અગમ્ય કારણોસર વાડામાં આવેલા આંબાના વૃક્ષ પર ખાટલાની પાટી વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, પાણીગેટ આર્યુવેદિક ત્રણ રસ્તા પાસે આવેલા હરીશ પેટ્રોલપંપ પાસેના ઝંૂપડામાં રમણ હરિલાલ વસાવા રહે છે. તેઓ કલર મારવાનું છૂટક કામ કરી પોતાનું જીવન ગુજારે છે. તેઓને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. સૌથી નાનો દીકરો ગણેશ વસાવા છૂટક કેટરીંગનું કામ કરી પરિવારને સહાયરૂપ બને છે. ગુરૂવારે રાત્રે દસ કલાકે જમ્યા બાદ તે તેના પિતાને હું આવું છું તેમ કહી ઘરેથી નીકળ્યો હતો. જોકે, તે મોડી સાંજ સુધી પોતાના ઘરે પરત ફર્યો નહોતો. બીજી તરફ, કિશોરના પિતા રમણભાઈ વસાવા ગુરૂવારે સવારે સવા છ કલાકે ઉઠ્યા હતા. તેઓ મોંઢું ધોવા માટે વાડામાં ગયા હતા એ સમયે તેમણે તેમના પુત્રની આંબાના વૃક્ષ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ નિહાળી હતી. જેને પગલે તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. પડોશીઓ તુરંત જ દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં પાણીગેટ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે, ગળેફાંસા સંદર્ભે કિશોરના પિતાએ આત્મહત્યાની નહીં પરંતુ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. પાણીગેટ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાણીગેટમાં કિશોરનો અગમ્ય કારણોસર ગળેફાંસો, વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ.