• Gujarati News
  • Subject To The Return Of Land To Farmers Tens Biresh Patel

બ્રિજેશ પટેલે કરોડોની જમીન ખેડૂતોને પરત આપવી પડી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બાનાખત કરવાનું કહીને પૈસા આપ્યા વિના જમીન પડાવી હતી
- બ્રિજેશે રાતોરાત ખેડૂતને રિટર્ન દસ્તાવેજ કરી આપ્યો


સિંધરોટની કરોડો રૂપિયાની જમીન મફતમાં પડાવી લીધા બાદ કલેકટર એકશનમાં આવતાં ભૂમાફિયા ટોળકીનો ખેલ ઊંધો પડયો હતો. જેમાં ખેડૂતોને એક પણ રૂપિયો આપ્યા વગર મફતમાં લખાવી લીધેલી કરોડોની જમીન બ્રિજેશ કાભાઈ ચૌહાણ દ્વારા ખેડૂતોને એક વર્ષે પરત કરવામાં આવી છે.

સિંધરોટ ગામમાં આવેલી બ્લોક નંબર પ૬૦ની ૨૪૮૮૮ ચો.મી. જમીન બ્રિજેશ કાભાઈ ચૌહાણ દ્વારા ગત ૧૩ એપ્રિલ ૨૦૧૨ના રોજ ૧.૬પ કરોડમાં વેચાણ રાખવામાં આવી હતી. પરંતુ આ જમીન વેચાણ દસ્તાવેજ નંબર ૪૭પ૪થી ખરીદી હોવાનું દર્શાવનાર બ્રિજેશે જમીન માલિક માનસિંહ મહિ‌ડા અને સામંતસિંહ મહિ‌ડાને એક પણ રૂપિયો ચુકવ્યો ન હતો.

ખેડૂતોના જણાવ્યા અનુસાર માત્ર ૨ વિંધા જમીનનો સોદો કર્યો હતો અને તે માટે પ૧ હજારમાં બાનાખત કરવા સબ રજિસ્ટ્રાર કચેરીમાં ગયા હતા. પરંતું બ્રિજેશ દ્વારા ૨ વિંધાના બાનાખતના બદલે આખી ૧૨ વિંધા જમીનો દસ્તાવેજ કરાવી લેવાયાની જાણ થતાં ગરીબ ખેડૂતો એક વર્ષથી દોડતા થઈ ગયા હતા. ર્કોટ અને સરકારી કચેરીમાં જઈ ફરિયાદ કરતા ખેડૂતોનો અવાજ કાયદાની છટકબારીઓ આગળ અથડાઈ પાછો ફરતો હતો. આ મામલે કલેકટર દ્વારા તપાસ શરૂ થતાં સમજી ગયેલા બ્રિજેશ મફતમાં ખરીદેલી જમીન ખેડૂતોને પરત આપવા સામેથી સિંધરોટ ગયો હતો. જ્યાં ખેડૂતોને સમજાવી ગત તારીખ ૯ મે ૨૦૧૩ના રોજ દસ્તાવેજ નંબર ૪૯૧થી જમીન ખેડૂતોને પરત આપી હતી.

મિનેશને મહોરું બનાવ્યો

સિંધરોટની બ્લોક નંબર પ૬૦ની જમીન ખરીદવા માટે ખેડૂતો પાસે જાતે જવાના બદલે બ્રિજેશે મિનેશ પટેલનો મહોરા તરીકે ઉપયોગ કર્યો હતો. ખેડૂતો પાસેથી જમીનની કિંમત નક્કી કરવાથી લઈ તેમને બાનાખત કરવા માટે કચેરીમાં લાવવા સુધીની તમામ જવાબદારી મિનેશે ઉપાડી લીધી હતી. જે પેટે બ્રિજેશે મિનેશ આણી મંડળીને લાખો રૂપિયાની દલાલી આપી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

આગળની તસવીરમાં વાંચો શું કહે છે ખેડૂત?