તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટુડન્ટ્સે અર્થક્વેક રિલીફ હાઉસ બનાવ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાપાનીઝ પ્રોફેસરે રિલીફ હાઉસનું કન્સ્ટ્રસ્ટશન શીખવ્યું

ધરતી ધણધણાવી દેતા અર્થક્વેક બાદ આર્થિ‌ક અને ભૌતિક નુકસાન તો થાય જ છે સાથે જ અર્થક્વેક પિડીત વ્યક્તિ મેન્ટલ ટ્રોમામાં સરી પડે છે આવી સ્થિતિમાંથી તેને ઝડપથી ઉગરવા માટે કયા કયા પ્રકારના અને ઝડપી રિલીફ આપતા આશિયાના બનાવી શકાય તે વિશે જાપાની વાસેડા યુનિવર્ટિ‌ટીના પ્રો. ઇશિયામા આસામુએ સ્ટુડન્ટ્સને વર્કશોપમાં પ્રેક્ટિકલ તાલીમ આપી હતી. એમ એસ યુનિર્વસિટીના ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિટેકટ દ્વારા બે દિવસીય વર્કશોપનું આયોજન કરાયું હતું.

વર્કશોપમાં ટોક અને મોડેલ્સ પ્રિપેર કરાયા હતા.વર્કશોપમાં એમ એસ યુ, વિદ્યાનગરની ડીજી પટેલ સ્કુલ ઓફ આર્કિટેકચર,વાસદની એસવીઆઈટી, વડોદરા ડિઝાઈન એકેડમી, પારુલ ઈિન્સ્ટટયૂટ ઓફ આર્કિટેકચરના સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો. જેમાં તેમણે એક્સપર્ટ્સ પાસેથી માહિ‌તી મેળવી હતી.તેમણે જણાવ્યું હતું કે 'ઈન્ડિયાના સ્ટુડન્ટ્સના ટેલેન્ટથી હુ ઈમ્પ્રેસ થયો છું. તેમ છતા તેઓ કલ્ચરલ ડિફરન્સ અને બહારના દેશોના સ્ટુડન્ટ્સ શું વિચારે છે તેના વિશે જાણતા નથી.

સ્ટુડન્ટ્સે વર્કશોપમાં અડધો કલાકથી લઈ અને એક કલાકમાં તૈયાર થઈ જાય તેવા રેફ્યુજી કેમ્પસ અને અલ્ટરનેટિવ હાઉસિસના મોડલ્સ તૈયાર કર્યા હતા. જેમાં વડોદરામાં અર્થક્વેક આવે તો આ કામગીરી પુરી કરવા માટે અને ઝડપથી પુરી કરવા માટે મટિરિયલની અવેલિબિલીટી અને નંબર ઓફ અફેકટેડ પીપલના કોનસેપ્ટને ધ્યાનમાં રાખી પ્રોજેકટસ તૈયાર કર્યા હતા.જેમાં શહેરની દૂરના વિસ્તારોથી લઈ અને ઘરની નજીક જ તૈયાર કરી શકાય તેવા પ્રોજેકટસનો સમાવશે થાય છે.

-મટીરીયલની સુવિધા મહત્વની બાબત
સ્ટુડન્ટ્સને મોડલ બનાવતા પહેલા તેના સિધ્ધાંતો પેપર પર ડ્રોઈંગ વડે રજુ કરવાના હતા. જેમાં ડિઝાઈન અને મટિરિયલની બાબતો સમજાવવાની હતી. સ્ટુડન્ટ કરણ દિવેચાએ કહ્યું કે 'આ પ્રોજેકટસ માટે સૌથી અગત્યની વાત એ છે કે ફાસ્ટ તૈયાર થવા જોઈએ અને તેનાં માટેનું મટીરીયલ વડોદરામાં મળી શકે તેની સુવિધા ચકાસવી મહત્વની બાબત છે.’

-અડધા કલાકમાં ત્રણ તંબુ બન્યા
એક ડિઝાઈનમાં બાંબુનો ઉપયોગ ટેન્ટના બેઝ તરીકે કરીને લોટસ આકારની છત બનાવી હતી. જેથી વરસાદની અસર ન થાય. એક ટેન્ટમાં ૮ ફેમેલી રહી શકે તેવા ૩ ટેન્ટને બનાવતા અડધો કલાકનો સમય લાગે તેમ સ્ટુડન્ટ્સે જણાવ્યું હતું.

-જાપાનમાં મુવ થાય તેવી બિલ્ડીંગ બની રહી છે

'ન્યૂક્લિયર બોમ્બ હોય, ભુકંપના આચકા હોય કે સુનામી હોય, કુદરતે જાપાનને હંમેશા હાસિયામાં ધકેલવા માટે કસર છોડી નથી છતાય જાપાન અડીખમ ઉભુ છે. કારણ કે ત્યાની પ્રજા આપતીઓમાંથી શીખ લે છે.’ તેમ પ્રો.ઈશિયામાં ઓસામુએ કહ્યું. તેમણે કહ્યું હતું કે, 'જાપાનમાં ફકત હાઈ રાઈઝ બિલ્ડિંગ્સમાં ટેકનોલોજી અને ભુંકપ પ્રુફ એડવાન્સમેન્ટનો ઉપયોગ થાય છે. ૩૦૦-૪૦૦ મીટર ઉંચી ઈમારતો પાછળા ગણી શકાય નહી તેટલો ખર્ચો થતો હોય છે. જાપાનમાં હાલમાં રોબોટના હાથ પગ જેવી રીતે હલન ચલન કરતા હોય તેમ ભુકંપના સમયે મવુ થાય તેવી ઈમારતો બની રહી છે પરંતુ આ ઈમારતો સામાન્ય ઉપયોગમાં લેવાય તેવી નહી હોય કારણ કે તેની ટેકનોલોજી ખુબજ ખર્ચાળ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો