• Gujarati News
  • Student Representative Selection Instead Of Election

યુનિ.માં ઇલેક્શનને બદલે વિદ્યાર્થી પ્રતિનિધિના સિલેક્શનનો કારસો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પ્રો.ચુંદાવતની કમિટીનું વિદ્યાર્થી‍ સંઘની ચૂંટણીને રદ કરવાનું સૂચન
- વેકશનમાં જ રિપોર્ટને સિન્ડિકેટમાં મંજૂર કરાવી અમલી કરવાનો કારસો


મ.સ.યુનિ.ની મોટાભાગની પરીક્ષાઓ બાદ વેકેશનનો માહોલ છવાઇ રહ્યો છે. આ સંજોગોમાં વિદ્યાર્થીઓની ગેરહાજરીનો લાભ લઇને સત્તાધીશો લિગ્દોંહ કમિટીની ભલામણો સંદર્ભે પ્રો.ચુંદાવતની કમિટીએ યુનિ.માં વિદ્યાર્થી‍ સંઘની ચૂંટણીને રદ કરીને સિલકેશન લાગુ કરવાના કરેલા સૂચનને અમલી કરવાનો ખેલ હાથ ધર્યો હોવાનું બહાર આવ્યું છે.

જે.એમ.લિગ્દોહ કમિટીએ દેશભરની યુનિવર્સિ‌ટીમાં વિદ્યાર્થી સંઘના ઇલેકશન બંધ કરીને ઇન ડાયરેક્ટ ઇલેકશન દ્વારા જ વિદ્યાર્થી પ્રતિનિધિ નિમવા ભલામણ કરી છે. ગત વર્ષે આર્ટ્સના ડીન પ્રો. પી.એસ.ચુંદાવતના કન્વીનર પદે ૬ સભ્યોની કમિટી બનાવી રિપોર્ટ સોંપવા માટે વીસીએ આદેશ કર્યો હતો. ૧ વર્ષથી ૧૦થી વધુ બેઠકો યોજીને કમિટીએ રિપોર્ટ તૈયાર ક્ર્યો છે. બે દિવસમાં જ તે વીસીને સોંપશે.આ રિપોર્ટની સિન્ડીકેટમાં મંજૂર કરી ઇન ડાયરેક્ટ ઇલેકશન લાગુ કરવાના આપેલા સૂચનને આગામી શૈક્ષણિક વર્ષથી લાગુ કરવાની કવાયત હાથ ધરી છે.

- પ્રો.ચુંદાવતની કમિટીનાં શું સૂચનો છે?

પ્રો. ચુંદાવત કમિટીએ યુનિ.માં વિદ્યાર્થી સંઘની ચૂંટણીને રદ કરીને સિલેકશન પ્રથા દ્વારા વિદ્યાર્થીઓની પસંદગી કરવાનું સ્પષ્ટ સૂચન કર્યું છે. કમિટીએ ખાસ કરીને મની, મસલ્સ અને પાવરના દૂરુપયોગને અટકાવવા માટે જ સૌ પ્રથમ દરેક ફેકલ્ટીમાં એફ.આરની પસંદગી દ્વારા જ વીપી-યુજીએસની નિમવાનો સૂઝાવ આપ્યો છે.

- પ્રો. ચુંદાવત સેનેટની ચૂંટણી લડયા છે

લિગ્દોહ કમિટીની ભલામણ માટે નિમાયેલી પ્રો. ચુંદાવતની કમિટીમાં છ સભ્યો પૈકી માત્ર ડૉ. પી.એસ.ચુંદાવત જ અધ્યાપક કેટેગરી પર યુનિ.ની સેનેટની ચૂંટણી લડયા છે. બાકીના સભ્યો પોતાના હોદ્દાની રૂએ સેનેટ-સિન્ડીકેટના સભ્યો બન્યા છે.

- પ્રો. ચુંદાવતની કમિટીના સભ્યો કોણ ?

- પ્રો. પી.એસ.ચુંદાવત આર્ટ્સ ફેકલ્ટીના ડીન અને કન્વીનર
- ડૉ. એસ.કે.કુશવાહ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ડીન
- ડૉ. પરિમલ વ્યાસ કોમર્સ ફેકલ્ટીના ડીન
- ડૉ. ડી.કે.કંચન રિસર્ચ એન્ડ કન્ટલન્ટસી સેલના ડાયરેકટર
- નિલેશ શાહ સરકાર નિયુકત સેનેટ સભ્ય અને એડવોકેટ
- નીતા ધાર યુનિ.ના ડેવલોપમેન્ટ ઓફિસર

-ઇલેક્શનની તરફેણમાં કોણ છે?

- લીડરશિપ માટે ચૂંટણી અનિવાર્ય


હું ૧૯૯૧માં જી.એસ-એફ.આર તથા ૧૯પ૬-૯૬માં યુનિ.ના જી.એસ રહી ચૂક્યો છુ. યુનિ.માં વિદ્યાર્થી સંઘની ચૂંટણી તો થવી જ જોઇએ.
- નરેન્દ્ર રાવત, કોંગ્રેશ શહેર પ્રમુખ.

- ચૂંટણીનાં દૂષણો દૂર કરવાં જોઈએ

હું ૧૯૯૮માં ડીઆર, ૨૦૦૧ યુનિ જીએસ અને ૨૦૦૨માં વીપી પદ રહી ચૂકયો છું. વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં દૂષણો રોકવાના સૂચન આવકાર્ય છે.
- ભરત ડાંગર, ભાજપ પ્રમુખ

- સિલેક્શનની તરફેણમાં કોણ છે?

- ચૂંટણીમાં નિયમોનું ધોવાણ થઇ રહ્યું છે


યુનિ.માં ચૂંટણીના નીતી-નિયમો અને તેની ગંભીરતાનું ધોવાણ થઇ રહ્યું છે.સ્કીલ્ડ ધરાવતાં યુવાનો નેતા થશે તો દેશની દિશા બદલાઇ જશે.
- ડૉ. કમલ શાહ, સિન્ડીકેટ સભ્ય.

- સિલેકશનથી રાજકીય દખલ ઘટશે

વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં જે રીતે પૈસા અને પાવરનો ઉપયોગ થઇ રહ્યો છે તે જોતાસિલેકશન પ્રથા લાગુ થવાથી રાજકીય દખલગીરી ઘટશે.
- ડૉ.ધનંજય સંત, અકઈફ ટ્રેનીંગ સેન્ટર, ડાયરેક્ટર.