'ફંડામેન્ટલ ઓફ મેથેમેટિક સ્ટેટેસ્ટિકસ’ ૨૨૬ વખત વંચાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-બીજા નંબરે 'પ્રિન્સિપલ એન્ડ પ્રેકટીકસ ઓફ મેનેજમેન્ટ’ પુસ્તક ૯૧ વખત વાંચવા લઇ જવાયું
-યુનિ.ની વિવિધ ફેકલ્ટીમાં ૧૪ લાયબ્રેરીમાં ૮ લાખથી વધુ જર્નલ તથા દુર્લભ પુસ્તકોનો ખજાનો

૨૦૧૩-૧૪ના વર્ષમાં એમ.એસ.યુનિવર્સિ‌ટીની હંસા મહેતા લાયબ્રેરીના 'ફંડામેન્ટલ ઓફ મેથેમેટિક સ્ટેટેસ્ટિક’ નામનું પુસ્તક ૨૨૬ જેટલી રેકર્ડ બ્રેક વખત વાંચવા માટે વાચકો લઇ ગયા હોવાનું જાણવા મળે છે. જ્યારે બીજા નંબરે પ્રિન્સીપલ એન્ડ પ્રેકટીકસ ઓફ મેનેજમેન્ટ નામનું પુસ્તક છે જે ૯૧ વખત વાંચવા માટે લઇ જવાયું છે. જ્યારે ઇન્ડિયન ઇકોનોમી નામનું પુસ્તક ૭૧ વખત વંચવા સાથે ત્રીજા ક્રમે ડિમાન્ડમાં રહ્યું હતું.

હાલમાં હંસા મહેતા લાયબ્રેરીમાં સૌથી મોંઘા પુસ્તકોમાં ' મેડીસીનલ એપ્લીકેશન ઓફ કો-ઓર્ડીનેશન કેમેસ્ટ્રી’ વિષયના પુસ્તકની કિંમત ૧પ,પ૩૮ થાય છે.જ્યારે ૨૦૧૩-૧૪માં જ હંસા મહેતા લાયબ્રેરીમાં ટોપ ફાઇવ રીડર્સ નોંધાયા છે કે જેમણે પોતાના રિસર્ચ-પી.એચડી માટે ૧૦૦થી વધુ વખત માટે પુસ્તકો ઇસ્યુ કરાવી હોય. હંસા મહેતા લાયબ્રેરીના પ.૨પ લાખ પુસ્તકો-જર્નલ સહિ‌ત યુનિ.ની વિવિધ ફેકલ્ટીમાં આવેલી નાની-મોટી ૧૪ લાયબ્રેરીમાં ૮ લાખથી વધુ જર્નલ તથા દુલર્ભ પુસ્તકોનો ખજાનો છે.

ટોપ પ મોંઘાં પુસ્તકો
મેડીસીનલ એપ્લીકેશન ઓફ કો-ઓર્ડીનેશન કેમેસ્ટ્ર્રી- ૧પપ૩૮
લ્યુમીનીશીન્સ એન્ડ ધી સોલીડ સ્ટેટ -૧પ૩૬૯
પ્રિન્સીપલ ઓફ બેકટેરીયોલોજી એન્ડ ઇમ્યુનિટી - ૧પ૧૨૦
એનાલીસીસ ઓફ જીયોલોજીકલ મટીરીયલ્સ - ૧૪૧૦૪
પ્લાન્ટ ઇલેક્ટ્રોફીઝીયોલોજી - ૧૩૪૬પ

૨૧૪ પુસ્તકો રેફરન્સ માટે વાંચ્યાં છે
હું સમા રોડ પર સ્લમ વિસ્તારમાં ઉછર્યો છું. મેં નેટની પરીક્ષા પાસ કરી છે. હું નારી ચેતના વિષય પર પી.એચડી કરતો હોવાથી વિવિધ પુસ્તકો ૨૧૪ વખત રેફરન્સ તરીકે વાંચી છે
ગૌતમ પાટણવાડીયા, રિસર્ચ ફેલો

UPSC માટે પુસ્તકો ૧૨૩ વખત વાંચ્યાં છે
હું કરજણ-મીયાંગામ ખાતે રહું છું. પિતા આર્મીમાંથી રિટાયર્ડ થયા છે. એમએ-પોલીટીકલ સાયન્સના ફાઇનલ ઇયરમાં ભણું છે.યુપીએસસી માટે લાયબ્રેરીમાંથી ૧૨૩ વખત પુસ્તક વાંચ્યા છે.
ઇમ્તીયાઝ ચૌહાણ, એમ.એ-ફાઇનલ ઇયર.

RFI સિસ્ટમથી પુસ્તકોની ચોરી અટકી છે
રેડીયો ફ્રીકવન્સી આઇન્ડેટીફીકેશન સિસ્ટમ (આરએફઆઇડી) લાગુ કરવાથી લાયબ્રેરીમાંથી પુસ્તકોની થતી ચોરી તેમજ દુલર્ભ-લેટેસ્ટ પુસ્તકોમાંથી પાના ફાડી નાંખવાની ઘટના અટકી છે. હંસા મહેતા લાયબ્રેરીમાં હાલમાં ૮ લાખથી વધુ પુસ્તકો છે, આ વર્ષે નવા પુસ્તકો આવશે. હાલમાં જ ફેકલ્ટીઓ દ્વારા રિસર્ચ અને શૈક્ષણિક પુસ્તકોની કરાયેલી માંગના સંદર્ભમાં ૧૮ નવા પુસ્તકોનો ઓર્ડર અપાયો છે. જે મેના અંત સુધીમાં આવશે.
ડૉ.મયંક ત્રિવેદી, લાયબ્રેરીયન, એમએસયુ.