કોમર્સમાં સ્પોટ એડમિશનમાં 302 વિદ્યાર્થીઓને પ્રવેશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આજે 79%થી વધુ ટકા ધરાવતાં જનરલ, એસઇબીસી, સ્પોર્ટ્સ અને અપંગ વિદ્યાર્થીને પ્રવેશ અપાશે

યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં આજથી પ્રથમ વર્ષ બીકોમ માટે શરૂ થયેલા સ્પોટ એડમીશનમાં ૬૩૦૦ બેઠકો સામે પ્રથમ દિવસે એસ.ટી અને એસ.સીના ૩૦૨ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવાયો હતો. કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડીંગ પર આજથી પ્રથમ વર્ષ બીકોમમાં શરૂ થયેલા સ્પોટ એડમીશન માટે એસ.સી અને એસ.ટી કેટેગરીના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે બોલાવવામાં આવ્યા હતા.

વરસતા વરસાદમાં પ્રવેશ લેવા આવેલા એસ.ટી અને એસ.ટી કેટેગરીના વિદ્યાર્થી અને વિદ્યાર્થિ‌નીઓ પૈકી મેઇન બિલ્ડીંગ પર ૧૧૯ વિદ્યાર્થીઓ, ગર્લ્સ કોલેજ પર ૧૭૯ વિદ્યાર્થી તથા પાદરા કોલેજ પર પ વિદ્યાર્થી મળીને કુલ ૩૦૨ વિદ્યાર્થી-વિદ્યાર્થિ‌નીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. આવતીકાલે કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડીંગ ખાતે ૭૯ ટકા અને તેથી વધુ ટકા ધરાવતાં જનરલ કેટેગરી, એસઇબીસી, સ્પોર્ટ્સ, ફીઝીકલ હેન્ડીકેપ્ટના વિદ્યાર્થીઓને સ્પોટ એડમીશન માટે બોલાવ્યાં છે. આ તમામ કેટેગરીના વિદ્યાર્થીઓની પ્રવેશની કાર્યવાહી ૧૩મી જુલાઇ સુધી ચાલશે. મેરીટની ટકાવારી પ્રમાણે પ્રવેશ ફાળવવાની સાથે વિદ્યાર્થીઓને પીએનઆર નંબર અપાશે. પ્રવેશ લેનારા વિદ્યાર્થી પાસેથી યુનિ.ના સત્તાધીશોએ પ્રથમ વખત જ પ્રવેશ ફોર્મ અને એકઝામ ફીમાં પ્રથમ સેમેસ્ટર અને બીજા સેમેસ્ટરની ફી પણ એડવાન્સમાં લઇ લીધી છે.