રવિવારે જયપુર-પૂણે વચ્ચે સ્પેશ્યિલ ટ્રેન ચલાવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
વડોદરા: રેલવે સત્તાવાળાઓએ મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે આવતીકાલે રવિવાર તા.30 નવેમ્બરે જયપુર-પૂણે વચ્ચે એક દિવસ માટે વાયા વસઇ રોડ થઇ સ્પેશ્યિલ એક્સપ્રેસ ટ્રેન ચલાવાની જાહેરાત કરી છે. આ ટ્રેનને વડોદરા રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
જયપુર-પૂણે સ્પે.એક્સપ્રેસ ટ્રેન નં.09709 રવિવાર તા.30 નવેમ્બરે સવારે 9.15 કલાકે જયપુરથી ઉપડી સોમવારે તા.1 ડિસેમ્બરે સવારે 5.40 કલાકે વસઇ રોડ અને સવારે 10.30 કલાકે પૂણે પહોંચશે. આ ટ્રેનને દુર્ગાપુરા, બાણસ્થલી, નીવાઇ, સવાઇ માધોપુર, કોટા, રામગંજ, મંડી, નાગદા, રતલામ, દાહોદ, ગોધરા, વડોદરા, સુરત, વાપી, વસઇ રોડ, કલ્યાણ અને લોનાવાલા સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે.