બાયડીઘેલા પુત્રએ માતાને ચાંપી દિવાસળી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોધરા તાલુકાના મેરપ ગામે પુત્રવધૂને વાસીદું વાળવાની બાબતે વાત વણસીપુત્રવધૂએ પતિને ટેલિફોનિક જાણ કરતાં જ ગામમાં દોડી આવ્યોમાતા સાથે ગાળાગાળી કરી શરીર પર કેરોસિન છાંટી દીવાસળી ચાંપીગંભીર હાલતમાં મહિલા ગોધરા સિવિલના બીછાને સારવાર હેઠળગોધરા તાલુકાના મેરપ ગામે પુત્રવધુને વાસીદું ભરવાની સલાહ આપનાર માતા સાથે પુત્રએ ગાળાગાળી કરી કેરોસિન છાંટી જીવતી સળગાવી દેવાનો હિચકારો બનાવ બનતાં પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. પુત્રના પરાક્રમથી ગંભીર અવસ્થામાં મુકાયેલી માતા ગોધરા સિવિલના બિછાને સારવાર હેઠળ રખાઇ છે. પોલીસે બનાવ નોંધી ફરાર થઇ ગયેલા પુત્ર સામે કાર્યવાહી હાથ ધરી હતી. બનાવના પગલે નાનકડા મેરપમા પુત્રના કરતુત સામે ફિટકારની લાગણી ફેલાઇ હતી.મળતી માહિતી અનુસાર, ગોધરા તાલુકાના મેરપ ગામે રહેતા શાંતાબેન પટેલે તાજેતરમાં પોતાના ઘરે રહેતી પુત્રવધુ કોકીલાબેનને ઢોરનું છાણ ભરતી ન હોય હવેથી તારે વાસીદું ભરવું પડશે, તેમ જણાવ્યું હતું. દરમિયાન પુત્રવધુ કોકીલાએ બહાર ગામ રહેતા પોતાના પતિ નરવતભાઇ પટેલને આ અંગે ટેલીફોન કરી જાણ કરી પતિની કાન ભંભેરણી કરી હતી. બાદમાં ઘરે આવેલ પુત્રએ પોતાની માતાને વાસીદું ભરવા અંગે મારી પત્નીને તુ કહેનાર કોણ તેમ જણાવી બોલાચાલી તથા ગાળાગાળી કરતાં માતા ચોંકી ઉઠી હતી.જોકે ઉશ્કેરાયેલા દિકરાએ પત્નીની તરફદારી કરી ચીમનીમાં ભરેલું કેરોસીન શાંતાબેનના શરીરે રેડી દીધું હતું. અને તેઓ કાંઇપણ સમજે તે અગાઉ દીવાસળી ચાંપી દીધી હતી. પુત્રના અચાનક વર્તનથી હેબતાઇ ગયેલ માતા ગંભીર રીતે દાઝી જતાં બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતા. જોકે માતાને સળગાવી દેવાનો પ્રયાસ કરી પુત્ર ફરાર થઇ ગયો હતો.બનાવ બાદ નજીકમાં રહેતા ગ્રામજનોએ તથા સબંધીજનોએ શાંતાબહેનને તાત્કાલિક ગોધરા સિવિલમાં સારવાર માટે ખસેડવાની કાર્યવાહી કરી હતી. બીજી તરફ આ અંગે પોલીસે શાંતાબેનની ફરિયાદના આધારે પુત્રની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન મેરપ ગામે માતાને કેરોસીન છાંટનાર પુત્ર સામે રોષ વ્યાપ્યો હતો.