સરદાર એસ્ટેટ પાછળની ડઝન સોસાયટીમાં ઝાડા-ઊલટીનો વાવર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ગટરનું પાણી પીવાના પાણી સાથે ભેગું થતાં રોગચાળો
-રહીશોનો આરોગ્ય વિભાગની ટુકડીને ઘેરાવ

આજવા રોડ સ્થિત સરદાર એસ્ટેટની પાછળના ભાગે આવેલા સાંઇલત્તા એપાર્ટમેન્ટથી ન્યૂ વીઆઇપી રોડના ખોડિયારનગર તરફના ભાગે એક ડઝનથી વધુ સોસાયટીઓ આવેલી છે. આ વિસ્તારમાં ગટરનો પ્રશ્ન વિકટ બન્યો હતો અને ગટરનું પાણી પીવાના પાણી સાથે મિશ્રિત થઇ ગયું હતું. જેથી, આ રહીશોને અચાનક જ પેટમાં દુખાવાની ફરિયાદ ઊઠી હતી અને ઝાડા ઊલ્ટીનો રોગચાળો ફાટી નીકળ્યો હતો.સ્થાનિક રહીશોને શુદ્ધ પાણી માટે પાણીની ટેન્કરો મગાવવાની ફરજ પડી રહી છે અને બીજી તરફ સેવાસદનના આરોગ્ય વિભાગની ટુકડી પણ સાંઇલત્તા એપાર્ટમેન્ટ અને તેની આસપાસનાં મકાનોમાં ઝાડાઊલટીથી પીડાતાં દર્દીઓની તપાસ કરીને દવાનું વિતરણ કરી રહ્યા છે.

આ સિવાય, પાણીના શુદ્ધિકરણ માટે કલોરીનની ગોળી આપાઇ રહી છે અને પાણીનાં સેમ્પલ પણ ચકાસણી માટે લેવાયાં છે. સાંઇલત્તા એપાર્ટમેન્ટમાં ઝાડા ઊલટીનો વાવર ફેલાતાં રહીશોએ આજે આરોગ્ય વિભાગની ટુકડી પાસે આક્રોશ ઠાલવ્યો હતો અને રીતસરનો ઘેરાવ કર્યો હતો. જોકે, સેવાસદનના ઇજનેરી વિભાગે ગટરના દૂષિત પાણીનું પીવાના પાણી સાથે કોન્ટામિનેશન અટકાવવા માટે તાબડતોબ કામગીરી હાથ ધરતાં તેનાં પરિણામો બે દિવસમાં મળશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...