• Gujarati News
  • Social Media Is Also Responsible For Cracked Between Couple Say Mrinalini

દંપતી વચ્ચેની તિરાડ માટે સોશિયલ મીડિયા પણ જવાબદાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: સેન્ટર ફોર કલ્ચર એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ‘મેરેજ એન્ડ ડિવોર્સ ઇન ગ્લોબલાઇઝ્ડ એર: શિફ્ટિંગ કોન્સેપ્ટસ એન્ડ ચેન્જિંગ પ્રેક્ટિસિસ ઇન ઇન્ડિયા’ વિષય પર બે દિવસના નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનારના પ્રથમ દિવસે એનઆરઆઇ મેરેજના ઇશ્યુઝ વિષય પર દેશના ફેમિલિ લોની પ્રેક્ટિસ કરી રહેલાં દેશનાં જાણીતા લોયર મૃણાલિની દેશમુખ ઉપસ્થતિ રહ્યાં હતાં. તેમણે દંપતીઓ વચ્ચે વધતી તિરાડ અને છૂટાછેડા માટે સોશિયલ મિડીયાને પણ જવાબદાર ગણાવ્યું હતું.
Paragraph Filter

- સેન્ટર ફોર કલ્ચર એન્ડ ડેવલપમેન્ટના સેમિનારના પ્રથમ દિવસે એડવોકેટ મૃણાલિની દેશમુખનું લેકચર યોજાયું

સેલિબ્રિટીસથી લઇને એનઆરઆઇના ડિવોર્સ કેસીસ લડનાર મૃણાલિની દેશમુખે બપોરે પત્રકારો સાથેની વાતચીતમાં ડિવોર્સ, ડોમેસ્ટિક વાયોલન્સ, એનઆરઇ મેરેજ અને ઇશ્યુઝ, તેમજ સેલિબ્રિટીસના ડિવોર્સ અંગે ચર્ચા કરી હતી.તેમણે જણાવ્યું હતું કે ‘ટેકનોલોજીના વ્યાપના એરિયામાં ડિવોર્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે અને તેનું એક મોટું કારણ સોશિયલ મીડિયા પણ છે. સોશિયલ મીડિયા દ્વારા વ્યક્તિ આસાનીથી બીજી વ્યક્તિ સાથે કનેકટ થઇ જાય છે અને તેના લીધે વર્ષો જૂના સંબંધો ફરીથી સ્થપાય છે. જૂના સંબંધો રિકનેકટ થવાની સાથે સાથે જ વ્યક્તિ બીજી વ્યક્તિઓના સંપર્કમાં પણ આવે છે. સોશિયલ મીડિયા ઘણા કેસીસમાં કારણ તરીકે ઉભરી આવ્યું છે.
સોશિયલ મીડિયાથી સર્જાતા એકસટ્રા મેરિટલ અફેર્સ પણ ડિવોર્સનું કારણ બનતા હોય છે. શહેરી વિસ્તારોમાં થતા ડિવોર્સમાં વર્કિંગ કપલ્સની સંખ્યામાં વધારો થયો છે. બેંગલુરુ, પુણે, જેવાં અર્બન શહેરો જેમાં ટેકનોલોજી ક્ષેત્રમાં કામ કરતાં કપલ્સમાં ડિવોર્સનું પ્રમાણ વધી રહ્યું છે. સંયુક્ત પરિવારની પ્રથા ઘટતી જતી હોવાથી શહેરી વિસ્તારોમાં વિભક્ત પરિવારો વસતા હોય છે જેના લીધે જલ્દીથી જતું કરવાની ભાવના કેળવાતી નથી.
આગળ વાંચો, સેલિબ્રિટિસના ડિવોર્સનાં કારણો સામાન્ય, અધિકાર અને કાયદાની સમજ વધી છે....