તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sir Night Working Is Over And I Sent A Image On Your What's Up

'સર, રાત્રિસફાઇ પૂરી થઇ છે અને ફોટોગ્રાફ વોટ્સઅપમાં મોકલ્યા છે’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મ્યુ.કમિશનર મનીષ ભારદ્વાજે શહેરમાં સફાઇઝુંબેશ વેગીલી બનાવવા માટે તાજેતરમાં અધિકારીઓની ખાસ બેઠક બોલાવી હતી
- શહેરમાં હાથ ધરવામાં આવતી રાત્રિસફાઇની કામગીરીમાં હવે લાલિયાવાડી નહીં ચાલે
- સુપરવિઝન કરનારા અધિકારીઓએ હવે કમિશનરને કામગીરીના પુરાવા મોકલવા પડે છે


શહેરમાં સાફસફાઇ નિયમિત થાય તે માટે રાત્રિસફાઇ ઝુંબેશ સેવાસદને શરૂ કરાવી છે અને તેમાં સફાઇની કામગીરીનુ સુપરવીઝન કરનારા અધિકારીઓએ મ્યુ.કમિશનરને પુરાવારૂપે ફોટા મોકલવા પડે છે..

ડોર ટુ ડોરની કામગીરી સામે કાયમ બૂમો પડતી હોય છે અને તેના માટે સેવાસદનની સામાન્ય સભામાં ખુદ શાસક પાંખના કાઉન્સિલરો પણ બૂમો પાડે છે. મ્યુ.કમિશનર મનીષ ભારદ્વાજે શહેરમાં સફાઇ ઝુંબેશ વેગીલી બનાવવા માટે તાજેતરમાં અધિકારીઓની ખાસ બેઠક બોલાવી હતી અને એકશન પ્લાન ઉપર ચર્ચા કરી હતી.

જે અંતર્ગત, શહેરના વિવિધ વિસ્તારોની નિયમિત સફાઇ અને વોલ ટુ વોલ સફાઇની કામગીરીનું આયોજન કરી તેના માટે રૂટ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ નક્કી કરેલા રૂટ ઉપર સફાઇની કામગીરીનું સુપરવિઝન સંબંધિત આસિસ્ટંટ મ્યુ.કમિશનર, સંબંધિત ર્વોડ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેકટરો કરી રહ્યા છે. રાત્રિસફાઇમાં સુપરવાઝઇર અધિકારી મન ફાવે ત્યારે જાય તેવી ભૂતકાળમાં પરંપરા ચાલતી હતી. આ લાલિયાવાડી બંધ કરાવવા માટે મ્યુ.કમિશનરે કામગીરી પૂરી થાય એટલે એસએમએસ અને ફોટા મોબાઇલ ફોન ઉપર મોકલી આપવાનો આદેશ કરતા સફાઇની કામગીરીનુ સુપરવીઝન કરતા અધિકારીઓને કમિશનરને પુરાવા મોકલવા પડે છે.

વધુ વાંચવા આગળ ક્લિક કરો