વડોદરા: ફેકલ્ટી ઓફ હોમ સાયન્સ પાસે બાઇક ટક્કરે સિક્યુરિટી મેન ઇજાગ્રસ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: આજે બપોરે રસ્તા પર પગપાળા જઇ રહેલા એક સિક્યુરિટી મેનને બાઇકચાલકે ટક્કર મારતા માથામાં ઇજાઓ પહોંચતા લોહીલુહાણ થઇ ગયો હતો. આ બનાવના પગલે માર્ગ પર લોકોના ટોળા જામ્યા હતા. આજે બપોરે સાડા ત્રણ વાગ્યાના સુમારે કમાટીબાગમાં ફરજ બજાવતા બાબુ નામના એક સિક્યુરિટી મેન કમાટીબાગ બેન્ડ સ્ટેન્ડ ગેટ પાસેથી ફતેગંજ તરફ જઇ રહ્યો હતો ત્યારે એક યુવાન બાઇક ચાલકે તેને ટક્કર મારતા બાબુ જમીન પર જ ફસડાઇ પડ્યો હતો. જેને કારણે માથાના ભાગેથી લોહી નિકળવા માંડ્યુ હતું. જોકે પ્રાથમિક સારવાર મળે તે અગાઉ આસપાસના લોકો તેની મદદે આવી પહોંચ્યા હતા.