શ્રીજી વિસર્જન દરમિયાન ચાર દરવાજા વિસ્તાર 'નો પાર્કિંગ ઝોન’ જાહેર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીજી વિસર્જન પૂરુ ન થાય ત્યાં સુધી ચાર દરવાજા વિસ્તારમાં કોઈપણ વાહનો પાર્ક નહીં કરી શકાય આજવા-વાઘોડિયારોડ, પાણીગેટ, સંગમ ચાર રસ્તાથી માંડવી તરફ જતાં માર્ગો પર નો એન્ટ્રી રાવપુરા, માર્કેટ ચાર રસ્તા, કારેલીબાગ, દાંડિયા બજાર, મદનઝાંપાથી માંડવી તરફ જતાં માર્ગ પર નો એન્ટ્રી શહેરમાં ૨૯મી તારીખે ગણેશ વિસર્જન થવાનું હોઈ તેને અનુલક્ષીને શહેર પોલીસ કમિશ્નર દ્વારા શહેરના ચાર દરવાજા વિસ્તારને સવારે ૯થી વિસર્જન કાર્યક્રમ પુરો ના થાય ત્યાં સુધી નો પાર્કિંગ ઝોન જાહેર કરી ચાર દરવાજા તરફ અને સુરસાગર તરફ આવતા વાહનો માટે પ્રવેશબંધી ફરમાવી છે. શહેર પોલીસ કમિશ્નરે પ્રસિદ્ધ કરેલા જાહેરનામા મુજબ ૨૯મી તારીખની સવારે ૯ વાગ્યાથી ચાર દરવાજા વિસ્તારમાં તેમજ ન્યાયમંદિર, લાલર્કોટ, ગાંધીનગર ગૃહ, પદમાવતી શોપીંગ સેન્ટર અને સુરસાગરની ચારે તરફ તમામ પ્રકારના વાહનો માટે વિસર્જન પુરુ ના થાય ત્યાં સુધી 'નો પાક`ગ ઝોન’ જાહેર કર્યો છે. આ ઉપરાંત આ દિવસે આજવારોડ, વાઘોડિયારોડ, પાણીગેટ દરવાજથી માંડવી તરફ જતો રોડ, સંગમ ચાર રસ્તા, ફતેપુરા અને ચાંપાનેરથી માંડવી તરફ જતો રોડ, ડભોઈરોડ, મકરપુરા, પ્રતાપનગર બ્રીજ, ચોખંડી ચાર રસ્તાથી માંડવી તરફ જતો રોડ, કોઠી ચાર રસ્તા રાવપુરાથી લહેરીપુરા દરવાજા થઈ માંડવી તરફ જતો રોડ અને નાગરવાડા ચારરસ્તા ટાવર ચાર રસ્તા, કારેલીબાગ પોલીસ સ્ટેશન ત્રણ રસ્તા, દાંડીયાબજાર ચાર રસ્તા, માર્કેટ ચાર રસ્તા, જયરત્ન ચાર રસ્તા, મદનઝાંપા રોડ અને લહેરીપુરા ન્યુ રોડ તરફથી માંડવી તરફ જતાં માર્ગો પર શ્રીજી વિસર્જનમાં સામેલ વાહન સિવાય અન્ય તમામ વાહનો માટે પ્રવેશબંધી (નો એન્ટ્રી) જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત બરોડા ઓટોમોબાઈલ્સથી આરાધના સિનેમા થઈ કોઠી ચાર રસ્તાથી શહેરમાં પ્રવેશતાં તમામ પ્રકારના ફોર વ્હીલરો માટે બપોરે ૧૨ વાગ્યાથી તેમજ મહારાણી નર્સિંગ હોમ, ત્રણ રસ્તા રાજમહેલ મેઈનગેટ ત્રણ રસ્તા, નહેરુભુવન ત્રણ રસ્તા, મોતીબાગ તોપ ત્રણ રસ્તા, નાગરવાડા ચાર રસ્તા, કારેલીબાગ પોલીસ સ્ટેશન ત્રણ રસ્તા, સંગમ ચાર રસ્તા, સુલેમાની ચાલ ત્રણ રસ્તા, ડભોઈરોડ ત્રણ રસ્તા. જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તા, માર્કેટ ચાર રસ્તાથી શહેરના વિસ્તારમાં તમામ પ્રકારના ફોર વ્હીલર માટે પ્રવેશબંધી જાહેર કરાઈ છે. જોકે આ માર્ગોની આસપાસના અન્ય વૈકલ્પિક માર્ગોનો પોલીસ આદેશ મુજબ વાહનચાલકો ઉપયોગ કરી શકશે. વીટકોસની બસ સેવા પર પણ અસર પડશે ૨૯મી તારીખે વિટકોસ બસ ડેપો પરથી ઉપડતી વિટકોસની બસ સ્ટેશનથી વાયા ટાવર, રાવપુરારોડ,દાંડિયાબજાર,લહેરીપુરા, ન્યાયમંદિર,પાણીગેટ, વાઘોડિયારોડ , આજવારોડ, ફતેપુરા, સંગમ, હરણી, ચોખંડી,ગાજરવાડી, પ્રતાપનગર,મકરપુરા તરફ જતી વિટકોસની શહેરી બસો પણ સવારે ૯ વાગ્યાથી ગણપતિનું વિસર્જન પુરુ ના થાય ત્યાં સુધી આ રૂટ પર અવરજવર કરી શકશે નહિ‌. ઉલ્લેખનીય છેકે શ્રીજી વિસર્જનને અનુલક્ષીને શહેર પોલીસ દ્વારા ચાર દરવાજા વિસ્તારમાં ફુટપાથ પર ચાલતાં રાહદારીઓને શ્રીજી સવારીમાં થતી ભીડથી અલગ રાખવા માટે બાંબુની રેલીંગ બાંધી દેતા ચાર દરવાજા વિસ્તારના વેપારીઓમાં નારાગજી ફેલાઈ છે.