એક ચિઠ્ઠીમાં 'જીવન’ લખ્યુ, બીજી ચિઠ્ઠીમાં 'મોત’ લખ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-કારેલીબાગના ઉમા ફલેટમાં રહેતી મહિ‌લાનો ગળા ફાંસો ખાઇ આપઘાત
-મહિ‌લાએ દેવું વધી જતાં અંતિમ પગલું ભર્યું હોવાનો અંતિમ ચિઠ્ઠીમાં ઉલ્લેખ

કારેલીબાગ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોતાના ઘરે એકલતા મેળવી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. મહિ‌લાએ પોતાના મોતનો નિર્ણય ચિઠ્ઠી ઉછાળીને લીધો હતો. મહિ‌લાએ બે ચિઠ્ઠી લખી હતી. એકમાં 'જીવન’ લખ્યું હતું જ્યારે અન્યમાં 'મોત’ લખ્યું હતું. મહિ‌લાએ ખેંચેલી ચિઠ્ઠીમાં 'મોત’ નીકળતાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. બનાવને પગલે પોલીસને જાણ થતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મહિ‌લાએ લખેલી અંતિમ ચિઠ્ઠી કબજે કરી હતી. મહિ‌લાએ દેવું વધી જતાં અંતિમ પગલું ભર્યું હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો હતો.

બનાવ અંગેની પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર કારેલીબાગના ઉમા ફ્લેટમાં પહેલા માળે રહેતાં ૪૩ વર્ષી‍ય જ્યોતિબેન દેવેન્દ્રભાઈ બ્રહ્મક્ષત્રિય સેવ-પાપડીના ગૃહઉદ્યોગ સાથે સંકળાયેલાં હતાં. તેમના પતિ મકરપુરા જીઆઇડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમને એક દીકરી અને એક દીકરો છે. તેમની દીકરી બિનલ ધોરણ ૧૨માં અભ્યાસ કરે છે, જ્યારે દીકરો નીલ ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે. સોમવારે બપોરે તેમણે પોતાની દીકરીને નીલની ફી ભરવા શાળાએ જવાનું કહ્યું હતું. દરમિયાન તેમણે બિનલને બહારથી લોક કરી દેવાનું જણાવ્યું હતું.

આગળ વાંચોઃ એક ચિઠ્ઠીમાં 'જીવન’ લખ્યુ, બીજી ચિઠ્ઠીમાં 'મોત’ લખ્યું , પુત્ર-પુત્રીની માંગી માફી