• Gujarati News
  • Sex Relation Are Legal In Just 16 Year, Controversy On It

સંમતિથી 'સંબંધો’ની વય ઘટાડવા સામે અવાજ ઉઠાવશે વડોદરાવાસીઓ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંમતીથી જાતીય સબંધ બાંધવાની ઉંમર ૧૮ વર્ષથી ઘટાડી ૧૬ વર્ષ કરવાના કેબિનેટના નિર્ણયે દેશભરમાં ભારે વિવાદ સર્જા‍યો છે, ત્યારે આ અંગે શહેરના વિવિધ ક્ષેત્રના લોકો આ નિર્ણય અંગે શુ માને છે તે જાણવાનો ભાસ્કરે પ્રયાસ ક્ર્યો હતો. શિક્ષણ, તબીબી ક્ષેત્રના અગ્રણીઓએ એમ કહીને આ નિર્ણયનો વિરોધ ક્ર્યા હતો કે જાતીય સબંધો બાંધવા માટે આ વય યોગ્ય નથી તો વળી ઘણાએ એમ પણ જણાવ્યું હતું કે લગ્નની વય જ્યારે ૧૮ વર્ષની છે ત્યારે જાતિય સબંધોની વય ઘટાડવાનો નિર્ણય તાર્કિક રીતે પણ ખોટો છે.કલાજગતના પ્રતિનિધીઓ સહિ‌ત મોટાભાગના લોકોએ વય મર્યાદા ઘટાડવાના નિર્ણયનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

પ્રશ્ન : જાતીય સબંધની ઉમર ઘટાડવા અંગે સંમત છો?
જવાબ : ના આ બાબત સાથે સહમત થઇ શકાય નહી
તમે કેમ સહમત નથી?
વય ઘટાડવાથી સ્ત્રીઓને રક્ષણ આપવાની કે, તેમની સુરક્ષા જાળવવાની વાત સાથે સંલગ્ન થતી નથી. તેનાથી કોઇ ફાયદો થવાનો નથી.
આ અંગે તમે તમારા જનપ્રતિનિધિ પર દબાણ લાવશો?
હા ચોક્સ આ એક ગંભીર બાબત છે અને અમે અમારા જવાબદાર પ્રતિનિધીઓને અપીલ કરીશુ કે તેઓ આ અંગે કોઇ ઉતાવળીયો નિર્ણય ન કરે. - ડો. અમિત ધોળકિયા, રજીસ્ટ્રાર, એમ.એસ.યુનિ.(ભાસ્કરની સાથે થયલી વાતચીત)

આગળની તસવીરોમાં જુઓ સમાજના લોકો શું કહી રહ્યા છે આ બાબતે