ખેલમહાકુંભની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ટીટીએબીના પ્લેયર્સને 7 મેડલ્સ મળ્યાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: તાજેતરમાં યોજાયેલ ખેલમહાકુંભની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ બરોડા(ટીટીએબી)ના વિવિધ પ્લેયર્સને રાજ્યકક્ષાએ સાત મેડલ્સ જુદી જુદી કેટેગરીમાં મળ્યાં છે. અંડર-16 બોઇઝ સિંગલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ માનુષ શાહને મળ્યો હતો. જ્યારે 45 વર્ષ ઉપરના વુમન સિંગ્લે ઇવેન્ટમાં સિલ્વર મેડલ ડો. માયાબહેન પટેલને મળ્યો હતો. જ્યારે 60 વર્ષ ઉપરના વિમેન સિંગલ્સ ઇવેન્ટમાં કોકિલાબહેન પટેલને સિલ્વર મેડલ મળ્યો હતો.
જ્યારે અંડર-16 બોઇઝ ટીમ ઇવેન્ટમાં માનુષ શાહ, આદિત્યા એસ, સમીર કુમાર, મલ્હાર ઠક્કર અને પ્રિયાંક ઉનિયાલની ટીમે જીત્યા હતા. જ્યારે અંડર-16 ગર્લ્સ ઇવેન્ટમાં સુચિ ભટ્ટ, શૈલી યાજ્ઞિક અને પ્રિતિ ધરપલેને સિલ્વર મેડલ મળ્યો હતો. આ ઉપરાંત 45 વર્ષથી ઉપરના મેન્સ સિંગલ્સ ઇવેન્ટ માટે સતીષ પટેલને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. જ્યારે 60 વર્ષથી ઉપરની મેન્સ સિંગલ્સ ઇવેન્ટ માટે ડો. શિવાજી કનાટેએ બ્રોન્ઝ મેડળ જીત્યો હતો.