તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sevasadana Not Responsible For The Epidemic Nature Of Baroda: Mayor

વડોદરાના રોગચાળા માટે સેવાસદન નહીં કુદરત જવાબદાર: મેયર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રોગચાળા માટે જવાબદારીથી હાથ ખંખેરતું સેવાસદન
- સમા, ફતેગંજ જ નહિ‌ પરંતુ અન્ય વિસ્તારો પણ ઝપટમાં
- ચેપી રોગ હોસ્પિટલમાં સપ્તાહમાં કમળાના જ 50 દર્દીઓ દાખલ


શહેરના સમા વિસ્તારમાં રોગચાળો કાબુ બહાર જઇ રહ્યો છે અને તેને નાથવામાં સેવાસદનનુ તંત્ર સદંતર નિષ્ફળ નિવડયુ છે. સેવાસદનને દુષિત પાણી મળ્યુ નથી તેમ છતાં રોગીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે ત્યારે રોગચાળા માટે જવાબદાર કોણ તેવો પેચીદો સવાલ ઉભો થયો છે. શહેરના પ્રથમ નાગરિક રોગચાળા માટે કુદરતને જવાબદાર ઠેરવી રહ્યા છે તો સ્થાયી સમિતિના અધ્યક્ષ જવાબદારી માત્ર સેવાસદનની નથી તેમ કહીને નાગરિકોને આડકતરી રીતે જવાબદાર ગણાવી રહ્યા છે. જોકે, સેવાસદનના ડેપ્યુટી કમિશનર(વ)જવાબદારી નક્કી હોવી જોઇએ પણ તેનુ કારણ શોધાઇ રહ્યુ છે તેમ કહીને નરો વા કુંજરોની ભૂમિકા અદા કરી રહ્યા છે.

શહેરના સમા, ફતેગંજ અને અટલાદરા વિસ્તારમાં જ નહિ‌ પરંતું અન્ય વિસ્તારોમાં કમળો અને ઝાડાઉલ્ટીના દર્દીઓ હોવાની વિગતો સપાટી પર આવી રહી છે. ચેપી રોગ હોસ્પિટલના સુત્રો દ્વારા મળતા આંકડા મુજબ ગત ૨૬મી જુનથી ૨જી જુલાઈના સમયગાળામાં તબક્કાવાર કમળાના કુલ પ૦ દર્દીઓ, ઝાડા-ઉલ્ટીના ૧૭ દર્દીઓ સારવાર માટે દાખલ થયા હતા. આ પૈકીના કમળાના હજુ પણ ૪પ દર્દીઓ ઈન્ડોર પેશન્ટ તરીકે સારવાર લઈ રહ્યા છે જેમાં ૨૭ પુરુષો, ૭ મહિ‌લા અને ૧ બાળકનો સમાવેશ થાય છે. ખાનગી હોસ્પિટલોમાં કમળા અને ઝાડા ઉલ્ટીથી પિડાતાં અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને અનેક દર્દીઓ સ્થાનિક તબીબોની દવા લઈ ઘરે જ સારવાર લઇ રહ્યા છે.

સમસ્યા હલ નહિ‌ થાય તો ર્કોપોરેટરના ઘરની બહાર મુંડન કરાવીશ

સમા વિસ્તારમાં ફાટી નીકળેલા રોગચાળા અંગે સ્થાનિક કાર્યકર પપ્પુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે મંગળવારે સવારે રાંદલમાતાના મંદિર પાસે ખોદેલા ખાડામાં પાણી ભરાયેલા હોઈ સ્થાનિક રહીશો ભેગા થયા હતા. દરમિયાન ત્યાં આવી પહોંચેલી ભાજપાની એક મહિ‌લા કાર્યકરે સ્થાનિક રહીશોને રોગચાળાથી ગભરાતા હોય તો આરઓ પ્લાન્ટ લગાવો, નહિ‌ તો પાણી ઉકાળીને પીવો તેમ જણાવી શાબ્દિક ટપાટપી કરી હતી. ભાજપા ર્કોપોરેટરો અને કાર્યકરો સ્થાનિક રહીશોને ધમકાવતા હોવાના આક્ષેપ સાથે પપ્પુભાઈએ જણાવ્યું હતું કે આગામી બે-ત્રણ દિવસમાં જો સ્થાનિક રહીશોની સમસ્યા હલ નહિ‌ થાય તો તે ર્કોપોરેટરના ઘરની બહાર મુંડન કરાવી વિરોધ વ્યક્ત કરશે.

કમિશનર દોડી ગયા

શહેરના સમા ફતેગંજ વિસ્તારમાં કમળા, ડેન્ગ્યૂ સહિ‌તના રોગચાળાનો પંજો ફેલાયો છે ત્યારે મ્યુ.કમિશનર મનીષ ભારદ્વાજે પણ તેની ગંભીર નોંધ લીધી હતી. મ્યુ.કમિશનર મનીષ ભારદ્વાજે સોમવારે ડેપ્યુટી કમિશનર, આસિસ્ટંટ કમિશનર સહિ‌તના અધિકારીઓના કાફલા સાથે સમા અંબિકાનગર, રાંદલધામ સહિ‌તની અસરગ્રસ્ત વસાહતોની મુલાકાત લઇને સ્થિતિની સમીક્ષા કરી હતી.

પાણીપૂરીનું પાણી ઢોળ્યું

સમા વિસ્તારની સ્વાતિ સોસાયટી, ચાણકયપુરી ચાર રસ્તા, અંબિકાનગર, રાંદલધામ સોસાયટી, ઐયપ્પા મેદાન તેમજ સમા સાવલી રોડ ઉપરની પાણીપુરી સહિ‌તની ખાણીપીણીની ૪૨ લારીઓમાં સેવાસદનના ફૂડ ઇન્સ્પેકટરોએ ચેકિંગ કર્યું હતું. આ ચિેકંગમાં ખાસ કરીને પાણીપુરીની લારીઓમાંથી ૪૦ કિલો અખાદ્ય ટામેટા, ૧પ૦ કિલો અખાદ્ય બટાકા, ૪૬૦ લિટર પાણીપુરીના પાણી ઢોળી દેવાયું હતું.