સેટટોપ બોક્સના કાળાબજાર રોકવા કેન્દ્રની તાકીદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો લોકલ ઓપરેટર સેટટોપ બોક્સનાં વધુ નાણાં પડાવતો હોય તો મુખ્ય ઓપરેટરે તેને અટકાવવો પડશે

ટીવી પ્રસારણમાં એનાલોગ સિગ્નલ બંધ કરી ડિજિટલ સિગ્નલથી પ્રસારણ કરવાના નવા નિયમનો લાભ લઈ કેબલ ઓપરેટરો દ્વારા ગ્રાહકોને ખંખેરવા માટેની શરૂ કરાયેલી પ્રવૃત્તિ સામે કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે. શહેરમાં સેટટોપ બોક્સના કાળાબજાર કરતાં સ્થાનિક કેબલ ઓપરેટરો માટે પણ તેમના મુખ્ય ઓપરેટરોની જવાબદારી નક્કી કરવામાં આવશે. કેન્દ્ર સરકારના ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ મંત્રાલયે આ અંગે કલેકટરને પત્ર લખી આવાં તત્ત્વોને રોકવા માટે મુખ્ય ઓપરેટરોની જવાબદારી નક્કી કરવા તાકીદ કરી છે. જેમાં લોકલ ઓપરેટર જો સેટટોપ બોક્સનાં વધુ નાણાં પડાવતો હશે તો મુખ્ય ઓપરેટરે તેને અટકાવવો પડશે.

ગત ૩૧ માર્ચથી વડોદરા સહિ‌ત ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં ડિજિટલ પ્રસારણ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જેના કારણે કેબલ કનેકશનથી ચાલતા ટીવીનું પ્રસારણ ચાલુ રાખવા માટે સેટટોપ બોક્સ ફરજિયાત બની ગયું છે. પરંતુ સમયસર સેટટોપ બોક્સ લગાડવામાં નિષ્ફળ નિવડેલા ઓપરેટરોના કારણે પ૦ હજાર ઘરોમાં બ્લોકઆઉટ થયું હતું.

પ્રસારણ બંધ થઈ જતાં દોડતા થયેલા નાગરિકોની ગરજ જોઈ શહેરના કેટલાક કેબલ ઓપરેટરોએ ૧૦૦૦ના બદલે સેટટોપ બોક્સના પ૦૦ ખંખેરવાનું શરૂ કર્યું હતું. આ અંગેની ફરિયાદ કેન્દ્રીય ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મંત્રાલય સુધી પહોંચતાં ટાસ્કફોર્સની બેઠકમાં આવાં તત્ત્વોને જેર કરવાનો નિર્ણય કરાયો હતો. જે અંતર્ગત મંત્રાલય દ્વારા કલેકટરને પત્ર લખી સેટટોપ બોક્સની કિંમતો માટે મુખ્ય ઓપરેટરો પાસે ખાતરી લીધા બાદ જવાબદારી નક્કી કરવાનું કહ્યું છે.

વધુ અહેવાલ વાંચવા માટે આગળ તસવીરો બદલતાં જાવ...