રવિવારે ઇનોવેશન વિશે બે વ્યાખ્યાન યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: વડોદરા ઇનોવેશન કાઉન્સિલ (વીઆઇસી) દ્વારા આવતીકાલે ‘બિગ ઇનોવેશન્સ ફ્રોમ ઇન્ડિયા’ વિશે અને ભારતની ટીમ વડોદરાના વિકાસ ચાવડાના વડપણ હેઠળ ગયેલી ટીમ રશિયામાં વિજેતા બની છે. તેમની સફર વિશેનું એમ બે વ્યાખ્યાન યોજાશે. આ કાર્યક્રમો બરોડા હાઇસ્કૂલ, અલકાપુરી ખાતે યોજવામાં આવશે.
ગત મહિને રશિયાના સાઇબેરિયાના ચિતા શહેરમાં યોજાયેલ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં ટીમ ઇન્ડિયા વિજેતા બની હતી. આ ટીમને લઇને વડોદરાના વિકાસ ચાવડા ગયા હતા. આ ટીમે એજ્યુકેશન, યૂથ અને સોશિયલ ઇનોવેશન મોડેલ્સ પર રાઉન્ડ ટેબલ પેનલ ડસ્કિશનમાં ભાગ લીધો હતો અને વિજેતા નિવડ્યાં હતા. તેમની આ વિઝિટ વિશે વિકાસ ચાવડાનું લેકચર સવારે ૧૧થી ૧૧.૪૫ દરમિયાન યોજાશે. જ્યારે બીજું લેકચર ‘બગિ ઇનોવેશન્સ ફ્રોમ ઇન્ડિયા’ કેમિકલ એન્જિનિયર ડૉ. અજય રાન્કા વ્યાખ્યાન આપશે. આ લેકચર સવારે ૧૦.૦૦થી ૧૧.૦૦ કલાક દરમિયાન યોજાશે. જેમાં તેઓ બિલ્ડિંગ સીપેજ, વોટર રેસિસ્ટન્ટ રોડ્સ અને સોઇલ ફર્ટિલિટી માટેના કન્ડશિનર્સ વિશેની માહિતી આપશે. આ ઉપરાંત ૧૧.૪૫થી ૧૨.૧૫ દરમિયાન બંને વકતાઓ ઓડિયન્સ સાથે પ્રશ્નોત્તરી કરશે.