• Gujarati News
  • Sayaji Hospatila Gotri And Dysfunction In The Absence Of A Ventilator

ગોત્રી અને સયાજી હોસ્પટિલમાં વેન્ટિલેટરના અભાવે હાલાકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર)
- ગોત્રી અને સયાજી હોસ્પટિલમાં વેન્ટિલેટરના અભાવે હાલાકી
- ગોત્રીમાં વેન્ટિલેટરની સુવિધા નથી તેમ જણાવી SSGHમાં મોકલ્યા
- અમારી પાસે ખપ પૂરતાં જ વેન્ટિલેટર છે : SSGH
વડોદરા : શહેરમાં ગોત્રી વિસ્તારમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધનું વેન્ટીલેટરની સુવિધાના અભાવે મોત થયું હતું. આ સંદર્ભમાં વૃદ્ધના દીકરાએ શહેરની સયાજી હોસ્પટિલ સહિત ઈએસઆઈ ગોત્રીમાં પણ અરજી કરી છે. ગોત્રી અને સયાજી હોસ્પટિલ જેવી સરકારી હોસ્પટિલમાં છેલ્લાં કેટલાંય સમયથી વેન્ટિલેટરની સુવિધાનો સ્પષ્ટ અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે કંઈક નક્કર કાર્યવાહી કરાય એવી માંગ ઉઠી છે.

વાઘોડિયાની મુંજાલ ઓટોમાં ક્વોલટિી ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સંજય પ્રતાપકુમાર વસાવા (રહે. સોમેશ્વર સોસા. ગોત્રી)ના પિતા પ્રતાપ ત્રિભોવન વસાવાને અચાનક ગત 1 ઓક્ટોબરના રોજ ચક્કર અને બીપી લો થઈ ગયું હતું. તેમની હાલત ગંભીર બનતા તેમને આઈસીયુમાં ખસેડવાની ફરજ પડી હતી. પરવિારજનો ચિંતાતુર બન્યા હતા. તેમને પ્રથમ ખાનગી હોસ્પટિલમાં સારવાર આપવામાં આવી હતી. જોકે, ખાનગી હોસ્પટિલમાંથી વેન્ટીલેટર પર દર્દીને રાખવા પડશે તેમ જણાવાયું હતું.
યુવકને ઈએસઆઈ લાગુ પડતો હોય તેણે સારવારનો ખર્ચ મળી રહે તે હેતુથી ગોત્રી હોસ્પટિલમાં પોતાના પિતાને સારવાર અર્થે લઈ ગયો હતો. જ્યાં ગોત્રીના ડોક્ટર્સે તેમને હોસ્પટિલમાં વેન્ટીલેટરની સુવિધા નથી તેમ જણાવી દર્દીને સયાજી હોસ્પટિલમાં મોકલવા કહ્યું હતું.રસપ્રદ બાબત એ છે કે, સયાજી હોસ્પટિલમાં પણ તેમને હોસ્પટિલમાં ખપ પૂરતા જ વેન્ટિલેટર હોવાનો જવાબ મળતા તેઓ નિરાશ થયા હતા. વેન્ટિલેટરની સુવિધા ન હોય અમારે રાત્રિના મેન્યુઅલી પંપીગ કરીને પિતાને વેન્ટીલેટરની સુવિધા આપવાની ફરજ પડી હતી અને તેમનું મોત થયું હતું.

એમ્બ્યુલન્સ માટે રૂ. 5,000 ચૂકવ્યા
દર્દીના સગાવ્હાલાંઓએ ફરજીયાતપણે વેન્ટીલેટરની સુવિધાયુક્ત ખાનગી એમ્બ્યુલન્સમાં જવાની ફરજ પડી હતી. આ માટે ગોત્રી હોસ્પટિલના જ ડોક્ટરે તેમને એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડી હતી. જોકે, આ માટે દર્દીના સગાઓએ રૂ. 5 હજાર ચૂકવવા પડ્યા હતા.

ખાનગીમાં લઈ જઈ શકો છો
સયાજી હોસ્પટિલના સ્ટાફ અને ડોક્ટર્સ સાથે વેન્ટિલેટરની અસુવિધા સંદર્ભે વાત કરવામાં આવી ત્યારે તેમણે મને ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું હતું કે, અહીં વેન્ટીલેટરની સુવિધા નથી. તમે ઈચ્છો તો ખાનગીમાં જઈ શકો છો. મેં લેખિતમાં આપવા માટે જણાવી હતી પરંતુ તેઓએ ઈન્કાર કર્યો હતો.
- સંજય વસાવા, મૃતકનો પુત્ર
અમને કોઈ રજૂઆત મળી નથી
હોસ્પટિલમાં વેન્ટીલેટરની સુવિધા પર્યાપ્ત છે. એ સમયે વેન્ટીલેટરની સુવિધા હતી કે નહોતી એ બાબતે તપાસ કરાશે. વેન્ટીલેટરની સુવિધા ન મળી શકે તેમ હોય ત્યારે મેન્યુઅલી પંપીગ કરવું પડે છે. આ કેસ સંદર્ભે હજુ સુધી અમને કોઈ રજૂઆત મળી નથી પરંતુ મળશે એટલે તપાસ હાથ ધરાશે.
- રાજીવ દેવેશ્વર, સુપ્રટિેન્ડન્ટ, સયાજી હોસ્પટિલ.

પ્રપોઝલ આવશે તો રજૂઆત કરાશે
હાલમાં હોસ્પટિલમાં ઓટીમાં એક વેન્ટીલેટરની સુવિધા છે પરંતુ વોર્ડમાં નથી. આ અંગે ભૂતકાળમાં રજૂઆત કરાઈ નથી પરંતુ જો પ્રપોઝલ આવશે તો ભવિષ્યમાં વેન્ટીલેટરની સુવિધા મળે તે માટે રજૂઆત કરાશે.
- પુષ્પાબેન ઠક્કર, મદદનીશ નિયામક, ESI હોસ્પટિલ ગોત્રી