• Gujarati News
  • Sarvarkar Birth Anniversary Will Celebrate At Vadodara

સ્વાતંત્રયવીર સાવરકરની જન્મજંયતીની ઉજવણી કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વાતંત્રય વીર વિનાયક દામોદર સાવરકરની ૧૩૧મી જન્મજંયતીની ઉજવણી ૨૮મી મેના રોજ વડોદરામાં થશે. આ પ્રસંગે તેમના જીવનકવનને આવરી લઇને એક જાહેર વ્યાખ્યાનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ વિશે વડોદરાની સ્વાતંત્રયવીર સાવરકર તત્વવિજ્ઞાન પ્રસાર કેન્દ્રના અધ્યક્ષ સુરેશ ડાંગેએ જણાવ્યું કે, આ વ્યાખ્યાનનો વિષય ‘ સંરક્ષણ, રાજનીતિ અને આર્થિક વિકાસના સંદર્ભે વીર સાવરકરજીની વિચારધારા કેટલી પ્રસ્તુતિઓનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ વ્યાખ્યાન પૂણેના રહીશ અને ભૂતપૂર્વ લશ્કરી વડા લેફ્ટનન્ટ જનરલ વેંકટેશ પાટીલ આપશે. જ્યારે કાર્યક્રમના પ્રમુખ પદે નિવૃત્ત મેજર જનરલ એડી નારગોલવાલા ઉપસ્થિત રહેશે. આ વ્યાખ્યાન બરોડા હાઇસ્કૂલ, બગીખાના ખાતે સાંજે ૭.૦૦ વાગે યોજાશે. જ્યારે ૨૮મીએ સવારે ૮.૩૦ કલાકે રેસકોર્સ બસ ડેપો નજીક આવેલી વીર સાવરકરજીની પ્રતિમાને વડોદરાના મેયર અને અન્ય મહાનુભાવ પુષ્પાંજલિ અર્પણ કરશે.