તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sanju Bharambhena Sagarita Yogesh Thakkar Exploration Properties

સંજુ ભારંભેના સાગરીત યોગેશ ઠક્કરની મિલકતોની શોધખોળ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પોલીસની તાકીદ બાદ પણ હાજર ન થતાં કાર્યવાહી હાથ ધરાઇ
- જિલ્લા પોલીસે પત્ર લખી કલેકટર સમક્ષ વિગતોની માંગણી કરી


પાદરા તાલુકાના જાસપુર ગામની સરકારી જમીનમાં દબાણ અને નવી શરતની ખાનગી જમીનમાં દસ્તાવેજ સાથે ચેડાં કરવાના મામલે પોલીસે સંજુ ભારંભેની ધરપકડ કરી હતી. આ મામલે મહિ‌ના સુધી ભાગતા ફરતા સંજુ ભારંભે સાથે સંપર્ક ધરાવતા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સંજુના ભાગીદાર અને સાગરીત યોગેશ ઠક્કરને પણ જવાબ રજૂ કરવા માટે પોલીસે સમન્સ પાઠવ્યું હતું.

પરંતુ પોલીસના સમન્સની પરવા કર્યા વગર યોગેશ ઠક્કર હજી સુધી પોલીસ સમક્ષ હાજર થયો નથી. આ કેસમાં વધુ વિગતો મેળવવા માટે પોલીસે યોગેશ ઠક્કરના ઘરે તથા આશ્રય સ્થાનો પર તપાસ પણ કરાવી હતી. પરંતુ તમામ સમન્સની અવગણના કરી તે હાજર નહીં થતાં હવે તેની મિલકત જપ્તીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે માટે જિલ્લા પોલીસે કલેકટરને પત્ર લખી યોગેશ ઠક્કરની મિલકતોની વિગતો આપવા માંગણી કરી છે.

ભાગેડુ જાહેર કરવા ર્કોટને રિપોર્ટ

જાસપુરના જમીન કૌભાંડમાં સંજુની અગાઉ ધરપકડ કરાઇ છે. બીજી બાજુ જિલ્લા પોલીસ દ્વારા વારંવાર સમન્સ આપવા છતાં હાજર નહીં થનાર યોગેશ ઠક્કરને ભાગેડુ જાહેર કરવા માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. જે માટે જિલ્લા પોલીસ દ્વારા સીઆરપીસીની કલમ ૮૨ હેઠળ ર્કોટને રિપોર્ટ કરી યોગેશ ઠક્કરને ભાગેડુ જાહેર કરવા માંગણી કરી છે.

સુભાનપુરાના ઘરની લેટેસ્ટ વેરા પાવતી મંગાવાઈ

યોગેશ ઠક્કરની મિલકતોની તપાસ કરવા સાથે પોલીસ રેર્કોડ પર તેનું જે સરનામું દર્શાવવામાં આવ્યું છે તે સુભાનપુરા હાઈટેન્શન રોડ પર આવેલ ચંદ્રનગર સોસાયટીના મકાનની નવી વેરાપાવતી પણ સેવાસદન આકારણી શાખા પાસે મંગાવવામાં આવી હોવાનું જિલ્લા પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું.