ભાજપમાં જોડાવા જતાં રેખાબહેન પર સંગ્રામસિહનો હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં પોતાને મારવામાં આવેલો ઘા દેખાડી રહેલ રેખાબહેન)
- ભાજપમાં જોડાવા જતાં રેખાબહેન પર સંગ્રામસિહનો હુમલો
- પૂર્વ રેલ રાજયમંત્રી નારણ રાઠવાની પત્ની હોવાનો દાવો કરતા રેખાબહેન ભાજપના સભ્ય બનવા છોટાઉદેપુર ગયા હતાં
- સંગ્રામે રેખાબેનને બેઝ બોલની સ્ટીક ફટકારી લક્ઝરીના ચાલકને ધમકી આપી : બંનેને ઉતારી મુકો નહીં તો બસ સળગાવી દઇશ

વડોદરા : પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણ રાઠવાની પત્ની હોવાનો દાવો કરતા રેખાબહેન શુક્રવારે સવારે ભાજપના સભ્ય બનવા માટે છોટાઉદેપુર જતાં પૂર્વ મંત્રીનો પુત્ર સંગ્રામસિંહ હથિયારો લઇ ધસી ગયો હતો. ગભરાઇ ગયેલા મહિલા અને તેમનો પુત્ર લકઝરીમાં બેસી જતાં સંગ્રામસિંહે બેઝબોલ સ્ટીક વડે હુમલો કર્યો હતો. એટલું જ નહિ બંનેને બસમાં ઉતારી મુકો નહિ તો સળગાવી મૂકીશ કહી ધાકધમકી આપતા ડ્રાઇવરે બસ ભગાવી મૂકી હતી.
બંનેને બોડેલી ઉતારી મૂકતા તેઓ ખાનગી કારમાં ડીઆઇજી કચેરીએ રજૂઆત કરવા દોડી ગયા હતાં. અલબત્ત, મોડી સાંજ સુધી કોઇ ફરિયાદ ન થઇ હોવાનું જાણવા મળ્યું . છોટાઉદેપુરના પૂર્વ સાંસદ અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણ રાઠવાની પત્ની હોવાનો દાવો કરતા રેખાબહેન (રહે. સાંઇનગર, અમરેલી) ના બે પુત્રો દક્ષ અને કુલદીપ પૈકી દક્ષને લઇને તેઓ શુક્રવારે સવારે ભાજપના સભ્ય બનવા 10 વાગે છોટાઉદેપુર પહોંચી હતી.
જ્યંતિ રાઠવા કાર્યાલય પર આવતા તેમને મળી હતી. તેમને સંકલનની બેઠકમાં જવાનું હોય હું અને પુત્ર પેટ્રોલપંપની બાજુમાં આવેલી સ્વાગત હોટલમાં જમવા ગયા હતાં.
જમીને બહાર નીકળતા હતા ત્યાંજ સંગ્રામસિંહ (નારણ રાઠવાનો પુત્ર) બે ગાડીમાં માણસો અને હથિયાર સાથે ધસી આવ્યો હતો. તેને જોતા જ અમે ગભરાઇને પારસ ટ્રાવેલ્સની બસમાં બેસી ગયા હતાં.
વાંચો આગળ, ખોટી બદનામી કરી રહ્યા છે, પોલીસે ફરિયાદ લેવાની તૈયારી દર્શાવી ......