વડોદરા: પરામર્શમાં સચિન-ધોની પોપ્યુલર

Bhaskar News

Bhaskar News

Sep 18, 2011, 05:21 AM IST
sachin-dhoni popularin paramarsh
ટેક્નોલોજી ફેકલ્ટીના પરામર્શ-૧૧માં બીજા દિવસે ઓકશન હાઉસ વિદ્યાર્થીઓમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું. જે અંતર્ગત સચિન અને ધોની લોકપ્રિય રહ્યા હતા. ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે હાલ પરામર્શ-૧૧નું આયોજન કરાયું છે. જેમાં રાજ્યભરના સાત હજાર જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. પરામર્શના બીજા દિવસે પણ ઓકશન હાઉસ વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. જે અંતર્ગત આઇપીએલની ટીમ માટે બીડિંગ કરવાનું હતું. જેનો ફાઇનલ રાઉન્ડ આવતી કાલે યોજાશે. પણ આજના રાઉન્ડમાં વિદ્યાર્થીઓના ફેવરિટના લિસ્ટમાં સચિન અને ધોની હતા. આ સાથે સુરેશ રૈના, સહેવાગ, યુસુફ પઠાણ પણ હોટ લિસ્ટમાં હતા. પરામર્શમાં બીજા દિવસે બીચ ફૂટબોલ અને બીચ વોલીબોલમાં પણ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જ્યારે રિ-ક્રિએશન અંતર્ગત વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધા યોજાઇ હતી ઉપરાંત પ્રાઇમ સસ્પેકટ અંતર્ગત વિદ્યાર્થીઓએ અલગ અલગ ક્રાઇમ સીન આપવામાં આવ્યા હતા. જેમાં તેમણે પીએમ રિપોર્ટથી માંડીને તમામ પ્રકારનું ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન કરવાનું હતું.
X
sachin-dhoni popularin paramarsh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી