ગુજ્જુ અભિનેત્રી રોમા માણેકે નરેન્દ્ર મોદી માટે કર્યો પ્રચાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ ગુજરાતી સુપર હિટ ફિલ્મની અભિનેત્રી રોમા માણેકે રવિવારે વડોદરાનાં સાવલી તાલુકાના છ ગામોમાં ભાજપના પ્રચાર માટે સભાઓને સંબોધન કર્યું હતું. ગામડાંઓમાં ફિલ્મ અભિનેત્રીને નિહાળવા અને સાંભળવા મોટી સંખ્યામાં મેદની એકત્ર થઇ હતી.

ભાજપના સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર-મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રચાર માટે રવિવારે અભિનેત્રી રોમા માણેકની ચૂંટણી પ્રચાર સભાઓનું આયોજન કરાયું હતું. ડેસર, સાંઢાસાલ, મોટી ભાડોલ, સાંકરદા, ભાદરવા અને સાવલી ખાતે યોજાયેલી જાહેર સભાઓમાં રોમા માણેકે મુખ્યમંત્રી મોદીના શાસનમાં ગુજરાતમાં થયેલા વિકાસની વાત જણાવી ગુજરાતી વ્યક્તિ દેશનો વડાપ્રધાન બને તે સ્વપ્ન પૂરું કરવાનું કામ મતદારોને તા.૩૦ મીએ જંગી મતદાન દ્વારા કરવાનો અનુરોધ કર્યો હતો.

મોદી માટે શું કહ્યું રોમા માણેકે? જાણવા તથા રોમા માણેકે કરેલા પ્રચારની તસવીરો નિહાળવા ફોટો બદલતા જાવ.

મતદારોને મોદીની આ સ્ટાઇલ ગમી ગઇ છે