સ્કૂલ સવારી મામલે તંત્ર ઘોર નિદ્રામાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
RTO પાસે રજિસ્ટ્રેશન નથી, વાહનચાલકો પાસે યુનિયન નથી, ટ્રાફિક પાસે સ્ટાફ નથી સ્કૂલવાન-રિક્ષામાં જતાં ભૂલકાંની સલામતી અને આ વાહનોમાં તેમના માથે ભમતા જોખમની વાલીઓને જાણ હોવા છતાં તેઓ લાચાર છે. લાખો ભૂલકાંની સલામતી અંગે શાળાઓ જ નહીં પણ વિકાસની વાતો કરતા ન થાકતા સરકારી વિભાગો પણ જોખમી બેદરકારી દાખવી રહ્યાં છે. આ બાબતે રાજકારણીઓ પણ ચૂપકીદી જાળવી રહ્યાં છે. હજારો-લાખો રૂપિયાની વર્ષે ફી પડાવતી શાળાઓ પોતાને ત્યાં ભણતાં બાળકો તેમના જ પરિસર કે આંગણામાં આવતી સ્કુલવાન-રિક્ષાવાળાઓની માહિ‌તીનું રજિસ્ટર હોતું નથી. વાન-રિક્ષાનું કોઈ ચેકિંગ પણ શાળામાં હાથ ધરવામાં આવતું નથી. જ્યારે ટ્રાફિકને લગતા કાયદાનો અસરકારક અમલ કરાવવાની જવાબદારી પોલીસ વિભાગ અને આરટીઓની છે. પણ આ વિભાગ સ્ટાફ નથીનું ગાણું ગાઈને સરેઆમ કાયદાઓના ધજાગરા ઉડાવનાર સ્કુલવાન-રિક્ષા સંચાલકો સામે અસરકારક પગલા ભરતાં નથી. આરટીઓમાં સ્કુલવાન-રિક્ષા માટે જુદુ રજિસ્ટ્રેશન કરવું જોઈએ પણ વડોદરા શહેરમાં માંડ ૮૦ વાહનો પણ આ માટે રજિસ્ટર્ડ નથી. આ ઉપરાંત લાખો ભૂલકાઓને માથે દરરોજ તોળાતા જોખમ સામે લોકસેવક હોવાનો છાશવારે દાવો કરતા વિવિધ પક્ષના રાજકારણીઓ પણ આ મુદ્દે મૌન છે. શહેરના લાખો વાલીઓ પાસે પોતાના ભૂલકાઓ માટે કોઈ વિક્લ્પ ન હોવાથી તેમને પણ મૌન રહેવું પડે છે. જોખમ સામે કોણ અવાજ ઉઠાવશે ? પોલીસ કમિશનર સાથે ચર્ચા કરીશ સ્કૂલ રિક્ષા-વાનમાં વધારે બાળકોને લઇ જવાથી બાળકોને પડતી મુશ્કેલી સમજી શકાય તેવી છે. સંબંધિત વિભાગોએ પગલાં લેવાં જોઇએ. આ અંગેના કાયદાના અમલ માટે કમિ. સાથે ચર્ચા કરીશ. બાળકૃષ્ણ શુક્લ, સાંસદ શાળા સંચાલકોએ વિચારવું જોઈએ સ્કૂલવાહનમાં વધુ બાળકો બેસાડવાના મુદ્દે શાળા સંચાલકોએ તેમની અલગ બસ કે વાન શરૂ કરવા વિચારવું જોઇએ. આ મુદ્દો બાળકોની સલામતીને લગતો છે. યોગેશ પટેલ, સંસદીય સચિવ કાયદાનો અમલ થવો જોઇએ બાળકોની સલામતીને પ્રાથમિકતા આપી સ્કૂલ રિક્ષા-વાનમાં નિયમ મુજબ જ બાળકો બેસાડવાં જોઇએ. પોલીસ અને આરટીઓ દ્વારા કાયદાનો કડક અમલ થવો જોઇએ. ડૉ.જ્યોતિ પંડયા, મેયર મુખ્યમંત્રી સ્કૂલ વાહનોને નિયમબદ્ધ કરાવશે ખરા ? શહેરમાં રોજ સ્કૂલ વર્ધીના વાહનોમાં જોખમી હેરાફેરી કરતા બાળકોને સુરક્ષિત રાખવાના બદલે શહેરનું વહીવટી તંત્ર ધ્રુતરાષ્ટ્રની ભૂમિકામાં જોવા મળી રહ્યું છે. મંગળવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે વડોદરાના મહેમાન બની રહ્યાં છે, ત્યારે રોજ જોખમમાંથી પસાર થતાં ૪ લાખ માસૂમ ભૂલકાંઓ તેમની સામે મદદની આશા સાથે મીટ માંડી જોઈ રહ્યા છે. શું માસૂમ ભૂલકાંઓને સુરક્ષિત કરવાની પહેલ મુખ્યમંત્રી કરશે? શું તંત્રની નિષ્ક્રિ‌યતા સામે નક્કર આદેશ કરશે? શું પ્રજાના લાડીલા કહેવાતાં મુખ્યમંત્રી તેમની છબીને અનુરૂપ આદેશ કરી સ્થાનિક તંત્રને પગલાં લેવા મજબૂર કરશે? આવા અનેક સવાલો જવાબ શોધી રહ્યા છે.