તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.૧૦-૧૨ના MCQ હવે સ્માર્ટફોન પર રિવિઝન કરી શકાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-'ફાસ્ટ એમસીક્યુ’ એપમાં પ્રશ્નોના જવાબો આપીને તરત જ પરિણામ પણ મેળવી શકે છે
-ટેબ્લેટમાં પણ એનરોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પ્રશ્નોનો મહાવરો કરી શકાશે

૧૩મી માર્ચથી શરૂ થતી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષા નજીક છે ત્યારે રાજયના એક વેબસાઇટ અને એપ્લીકેશન ડિઝાઇનરે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓ સ્માર્ટફોન અને ટેબ્લેટના માધ્યમથી કરી શકે તે માટે ' ફાસ્ટ એમસીક્યુ’ નામથી એનરોઇડ બેઇઝ સ્માર્ટફોન અને ટેબ્લેટ માટેની એપ્લીકેશન તૈયાર કરી છે જેના થકી છાત્રો મુખ્ય વિષયોની તૈયારીઓ કરી શકે છે.ફાસ્ટ એમસીક્યુ નામની એનરોઇડ બેઇઝ એપ્લીકેશનની વિશેષતા એ છે કે તેને કોઇપણ વિદ્યાર્થી આસાનીથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકે છે.

પ૦ માર્ક્સના અલગ-અલગ વિષયોના એમસીક્યુના ઓનલાઇન જવાબ આપીને તેનું આંખના પલકારામાં જ પરિણામ જાણી શકે છે. અન્ય વિશેષતાની વાત કરીએ તો વિદ્યાર્થીઓ ૨પ માર્ક્સ તેમજ પ૦ માર્ક્સમાં સબજેકટના પ્રકરણોને સિલેકટ કરીને પોતાની રીતે પેપર પણ જનરેટ કરી શકે છે. એટલું જ નહીં પણ ૨પ માર્ક્સના એમસીક્યુ પ્રશ્નોને વિદ્યાર્થીઓ ૩૦ મિનીટમાં જવાબો આપી શકે તે માટે કલોક પણ મૂકવામાં આવી છે. વિદ્યાર્થીઓ એકવાર પ્રશ્નપત્ર સિલેકટ કરે એટલે કલોકનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ જાય છે. ૩૦ મિનીટની અંદર વિદ્યાર્થીઓએ કેટલા એમસીક્યુ પ્રશ્નોના જવાબો આપ્યાં તેનું પરિણામ પણ તરત જાણી શકે છે.

-સાયન્સના વિષયોના એમસીક્યુ તૈયાર
ફાસ્ટ એમસીક્યુ એપ્લીકેશનમાં ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સના મુખ્ય વિષયોના એમસીક્યુ તૈયાર કરીને મૂકવામાં આવ્યાં છે. જેમાં ધો.૧૦માં સાયન્સ, સોશ્યલ સાયન્સ, મેથેમેટીક્સ, ગુજરાતી અને અંગ્રેજી વિષયનો સમાવેશ થાય છે. એજ રીતે ધો.૧૨ સાયન્સમાં બાયોલોજી, કેમેસ્ટ્રી, ફીઝીક્સ અને મેથેમેટીક્સ જેવા મુખ્ય વિષયોના એક કરતાં વધુ સંખ્યામાં એમસીક્યુ મૂકવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો