તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જયપ્રકાશ નહીં પકડાય તો સમાજમાં ખોટો મેસેજ પહોંચશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-આરોપીની ધરપકડ કરવી તે પોલીસની ફરજ છે
-દેશમાં મહિ‌લાઓ સૌથી વધુ સુરક્ષિત ગુજરાતમાં છે ત્યારે પોલીસે વધુ ગંભીરતા દાખવવી જોઇએ
-હેમાલીનો હત્યારો બે વર્ષ પછી પણ ન ઝડપાય તે બાબત સમાજ માટે પણ ખૂબ જ ગંભીર બાબત

ચકચારી હેમાલી મર્ડર કેસમાં સંડોવાયેલો આરોપી જયપ્રકાશ બે વર્ષ પછી પણ જો ન ઝડપાતો હોય તો તે બાબત પોલીસ માટે શરમજનક છે, કારણ કે, આરોપીની ધરપકડ કરી તે પોલીસનું કામ છે અને તે માટે પોલીસે તમામ તાકાત કામે લગાવવી જોઇએ. ગુજરાતમાં મહિ‌લાઓ સૌથી સુરક્ષિત હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે હત્યાનો આરોપી આ રીતે ખુલ્લેઆમ ફરે અને તેની ધરપકડ પણ ન થાય તે બાબત સમાજમાં પોલીસ માટે પણ ખોટો સંદેશો પહોંચાડી રહી છે તેમ કહી શકાય.

ભાજપના કાઉન્સિલર અને પૂર્વ ડેપ્યુટી મેયર પુનમબહેન પંચાલે જણાવ્યું હતુ કે, સમા વિસ્તારમાં હેમાલીની બે વર્ષ પહેલા હત્યા થઇ હતી અને બનાવના બે વર્ષથી આજે પણ હત્યામાં સંડોવાયેલ આરોપી જયપ્રકાશ ખુલ્લે આમ ફરી રહ્યો છે. દેશમાં મહિ‌લાઓ સૌથી વધુ સુરક્ષીત ગુજરાતમાં છે ત્યારે આ પ્રકારના બનાવમાં પોલીસે વધુ ગંભીરતા દાખવવી જોઇએ. ગુજરાતમાં આજે પણ રાતના એક બે વાગ્યે મહિ‌લાઓ અને યુવતીઓ કોઇ પમ પ્રકારના ડર વગર ફરે ચે ત્યારે પોલીસે આ વાતાવરણ કાયમી બની રહે તેને નજર સામે રાખી હત્યામાં સંડોવાયેલા આરોપી જયપ્રકાશને ગમે તે રીતે ઝડપી પાડવો જોઇએ અને પિડીત પરિવારનો ન્યાય અપાવવો જોઇએ. જો જયપ્રકાશ ન ઝડપાય તો તે બાબત પોલીસ માટે એક શરમજનક બાબત ગણી શકાય.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો