યુવતીને બ્લેકમેલ કરી દુષ્કર્મ કરનારના જામીન નામંજૂર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાનગરની કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિ‌નીને આપઘાત કરી લેવાની ધમકી આપીને વડોદરા બોલાવ્યા બાદ તેને હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરનાર અમદાવાદના યુવકની જામીન અરજી અદાલતે નામંજૂર કરી હતી. અમદાવાદમાં રહેતી ૨૬ વર્ષી‍ય યુવતી આણંદ વિદ્યાનગરની એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરે છે અને બે વર્ષથી ગર્લ્સ હોસ્ટેલમાં રહે છે. થોડાક સમય અગાઉ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના કર્ણાવતી બંગલોમાં રહેતા રાહુલ ઉર્ફ રામચંદ્ર મફતભાઈ પટેલે યુવતીને મળવા માટે દબાણ કર્યું હતું ને જો તે નહીં‌ મળે તો તે આપઘાત કરી લેશે તેવી ધમકી આપી હતી. જેથી ગભરાયેલી યુવતી આખરે તેને મળી હતી. ગત ૨૩મી તારીખે તેને હોટલ હિ‌લ ટોપમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવમાં રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલભેગા કરાયેલા રાહુલે જામીન પર મુક્ત થવા માટે અરજી કરી હતી જેને અદાલતે નામંજૂર કરવાનો આદેશ કર્યો હતો.