બેન્ઝીન લીક થતાં રણોલીમાં ભયાનક આગ: ત્રણ ટેન્કર ખાક

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાર કંપનીના ફાયર બ્રિગેડનો કાફલો આઠથી વધુ ફાયર એન્જિન અને બંબા આગ હોલવી ન શક્યાં આખરે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરાતાં લાશ્કરોએ દોડી આવી માત્ર વીસ મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો સદનસીબે ટેન્કરનું ઢાંકણું અને વાલ્વ ખૂલી જતાં મોટી હોનારત અટકી આજે બપોરે રણોજી જી.આઇ.ડી.સી.ના પ્લોટ નંબર ૧૧૧ પાસેથી બેન્ઝીન ભરેલી એક ટેન્કરમાં અચાનક જ આગ લાગતાં બે ટેન્કર પણ લપેટમાં આવી જતાં ખાખ થઈ ગઈ હતી.ઇન્ડો ડ્રેડિઁગ કંપનીનું ટેન્કર આજે બપોરે આઇ.પી.સી.એલ.માંથી બેન્ઝીનનો જથ્થો ભરીને જી.એસ.એફ.સી. જઇ રહ્યું હતું ત્યારે રણોલી જી.આઇ.ડી.સી.ના પ્લોટ નંબર ૧૧૧ પાસે ટેન્કરના વાલ્વમાં આગ લાગી હતી. જવાહરનગર પી.આઇ. ચૌધરીએ જણાવ્યું હતું કે, ટેન્કરનો ચાલક ટેન્કર પડતું મૂકીને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. બીજી તરફ અતિ જ્વલનશીલ એવા બેન્ઝીનનો જથ્થો ટેન્કરમાંથી લીક થઇને રોડ પર ઢોળાતાં અન્ય બે ખાલી ટેન્કર પણ આગની લપેટમાં આવી ગયાં હતાં અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં બનાવની જાણ સી.સી.આર. કન્ટ્રોલને કરવામાં આવી હતી અને ત્યાર બાદ જી.એસ.એફ.સી. આઇ.પી.સી.એલ. ઓ.એન.જી. સહિતની ચાર કંપનીના ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. જોકે બે કલાક સુધી આગ કાબુમાં ન આવતાં આખરે બનાવની જાણ વડોદરા ફાયર બ્રગિડને કરાતા તેણે વીસ મિનિટમાં આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી શકી હતી. ફોમનો મારો કરવાથી આગ નહીં બૂઝાય તે ફાયર બ્રિગેડને તરત સમજાઈ ગયું ટેન્કરમાં આગ લાગવાના બનાવમાં ફાયર બ્રિગેડના કાફલાએ ખુલ્લામાં ફોમનો ઉપયોગ થતો હોવાનું જોતાં પાણીનો મારો જો નજીકથી કરવામાં નહીં આવે તો આગ નહીં બુઝાય તેમ જણાતાં ફાયર બ્રિગેડને દસ ફૂટ નજીકથી પાણીનો મારો કર્યો હતો. આ સમયે ખાનગી કંપનીના ફાયર બ્રિગેડના અધિકારીઓએ વડોદરા ફાયર બ્રિગેડના કાફલાને નજીક જવાની ના કહી હતી. જો કે, ટેન્કરનું ઉપરનું ઢાંકણું અને વાલ્વ ખુલ્લાં હોવાના કારણે બ્લાસ્ટની સંભાવના ઓછી હોઈ નજીકથી પાણીનો મારો ચલાવી પંદરથી વીસ મિનિટમાં આગ બુઝાવી નાંખી હતી.