વડોદરામાં આજથી માત્ર મહિલા આર્ટિસ્ટ્સના શ્રીંગાર રંગોળી એક્ઝિબિશનનો પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: શહેરની વિવેકાનંદ આર્ટ ગેલેરી ખાતે આજથી માત્ર મહિલા રંગોલી આર્ટિસ્ટ્સના ગૃપ શ્રીંગાર રંગોળી ગ્રૂપ દ્વારા એક્ઝિબિશનનો પ્રારંભ થશે. આ ગ્રૂપ દ્વારા વિવિધ 15 રંગોળીઓ તૈયાર કરવામાં આવી છે. આ એક્ઝિબિશનનો પ્રારંભ સાંજે 5 વાગે બદાલમડી બાદ સ્થિત વિવેકાનંદ આર્ટ ગેલેરી ખાતે થશે.
આ વિશે શ્રીંગાર રંગોલી ગ્રૂપના સભ્ય હેમાલીબહેન શાહે જણાવ્યું કે, આ રંગોલી એક્ઝિબિશનમાં અમે 12 બહેનોએ વિવિધ રંગોથી 15 રંગોળીઓ તૈયાર કરી છે. આ રંગોળી માધુરી બોરાડે, લેખા પટેલ, અશ્મી શાહ, સીમા વોરા, રિતલ પટેલ, મિત્તલ પટેલ,વૈશાલી પ્રજાપતિ, સીમા પંચાલ, હેમાલી શાહ , નિમિષા દેસાઇ, સરિતા સુપ્પા અને હેમલતા મહાજનનો સમાવેશ થાય છે. આ અેક્ઝિબિશન 30મી ઓક્ટોબર સુધી ખુલ્લુ રહેશે.આ એક્ઝિબિશનમાં લાઇવ પોટ્રેટ, ડાન્સર, બાળકો, સ્ટીટલાઇટ, માતાજી અને શ્રીજીના વિવિધ પેઇન્ટિંગ્સ તૈયાર કરવામાં આવશે.