સમસ્ત રાજસ્થાન સમાજ દ્વારા મહત્તમ મતદાનની અપીલ કરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - સમસ્ત રાજસ્થાન સમાજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો )

સમસ્ત રાજસ્થાન સમાજ દ્વારા મહત્તમ મતદાનની અપીલ કરાઇ
સ્નેહ મિલન સમારંભમાં ભવાઇ નાટક યોજાયું


વડોદરા: ૧૩મી સપ્ટેમ્બરના રોજ યોજાનાર વડોદરાની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે સમસ્ત રાજસ્થાન સમાજ દ્વારા આયોજિત સમાજના લોકોના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના લોકોને મતદાન કરવાની અપીલ કરાઇ હતી.સમસ્ત રાજસ્થાન સમાજના પ્રમુખ ભંવરલાલ ગૌડની અધ્યક્ષતામાં યોજાયેલા સ્નેહ મિલન સમારંભમાં સમાજના ૩૬ જાતિ-ધર્મના પ૦ હજાર પરિવાર પૈકી ૨૧ જાતિ-ધર્મના અગ્રણી લોકો હાજર રહ્યા હતા. સ્નેહ મિલન સમારંભમાં ભવાઇ નાટક દ્વારા મતદાનની અપીલ સાથે સમાજને સંગઠિત કરવા માટે પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું.

રાજપુરોહિ‌ત સમાજના અધ્યક્ષ મહાવીર રાજપુરોહિ‌ત, દેવાસી સમાજના અધ્યક્ષ બાબુભાઇ દેવાસી, જાંગિડ બ્રાહ્મણ સમાજના અધ્યક્ષ મદનલાલ જાંગિડ, જયંતીલાલ શર્મા, ભીમાભાઇ રાજપુરોહિ‌ત, પ્રજાપતિ સમાજના પ્રમુખ ભીમરાવ પ્રજાપતિ, હાજર રહીને તમામને સમાજના લોકોને મતદાનની અપીલ કરી હતી.