રાજસ્થાનનો છાત્ર વડોદરા રેલવે સ્ટેશન પરથી મળ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલવે મિસિંગ સ્કવોડે પૂછતાછ કરતા છાત્રે ઘરેથી ભાગીને આવ્યાનું જણાવ્યું ઘરેથી કોઇને કહ્યા વગર નીકળેલો રાજસ્થાનના અટરૂ ગામનો વિદ્યાર્થી રવિવારે મોડી રાત્રે વડોદરા રેલવે સ્ટેશન પર મિસિંગ સ્કવોડને મળી આવ્યો હતો. પોલીસે તેનાં પિતાને જાણ કરી છે. રાજસ્થાન ઝાલાવાડના અટરુ ગામે રહેતા અને ધો. ૪માં અભ્યાસ કરતા ૧૨ વર્ષીય વિદ્યાર્થીના પિતા ડ્રાઇવિંગનું કામ કરે છે. વિદ્યાર્થી બે દિવસ પહેલાં ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયો હતો. વિદ્યાર્થી‍ રાજસ્થાનથી ચંદીગઢ સંપર્ક ક્રાન્તિ એક્સપ્રેસમાં નીકળ્યો હતો. જ્યાંથી કોટા બાદ રવિવારે મોડી રાત્રે વડોદરા રેલવે સ્ટેશન આવી પહોંચ્યો હતો. રેલવે મિસિંગ સ્કવોડે મોડી રાત્રે એકલા બાળકને જોઇ પૂછતાછ કરતાં ઘરેથી કહ્યા વગર નીકળ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેના પિતાને જાણ કરતાં તેઓ પુત્રને લેવા રવાના થઇ ગયા હોવાનું મહિ‌લા પીએસઆઇ પટેલે જણાવ્યું હતું.