તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવે સ્ટેશને 30 જુલાઇ સુધીમાં એસ્કેલેટર શરૂ થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વડોદરાની મુલાકાતે આવેલા જનરલ મેનેજરે કામ પૂરું કરવા સૂચના આપી
- રેલવે સ્ટેશન પરની રિઝર્વેશન સેન્ટર સહિ‌તના સુવિધાનું નિરીક્ષણ


પ‌શ્ચિ‌મ રેલવેના જનરલ મેનેજર આર.સી.અગ્રવાલે વડોદરાના તેમના પ્રવાસ દરમિયાન રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જનરલ મેનેજરે રેલવે સ્ટેશન ખાતે મુસાફરો માટેની સુવિધાઓના વિકાસ-જાળવણી તેમજ રિઝર્વેશન સેન્ટર ખાતે શરૂ કરાયેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન જનરલ મેનેજરે રેલવે સ્ટેશન ખાતે હાથ પર લેવાયેલું એસ્કેલેટરની સુવિધાનું કામ તા.૩૦ જુલાઇ સુધીમાં પૂરું કરી દેવાની સૂચના સ્થાનિક અધિકારીઓને આપી હતી.

જનરલ મેનેજર આર.સી.અગ્રવાલે વડોદરાના ડી.આર.એમ. નવીન શુક્લ, સિનિયર ડી.સી.એમ. પ્રદીપ બેનરજી સહિ‌ત રેલવેના ઉચ્ચાધિકારીઓ સાથે રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન જનરલ મેનેજરે સ્ટેશનના વિવિધ પ્લેટફોર્મ ઉપર મુસાફરો માટે ઊભી કરાયેલી સુવિધાઓ તેમજ તેની જાળવણી અંગે થતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

આ ઉપરાંત રિઝર્વેશન સેન્ટર ખાતે શરૂ કરાયેલી બાયોમેટ્રિક બુકિંગ સુવિધા, ઇલેકટ્રિક એલ.ઇ.ડી.ડિસ્પ્લે, ઇલેકટ્રિક રિઝર્વેશન ચાટિગ સુવિધા, ગેસ્ટ હાઉસ નવીનીકરણ, પી.એન.આર ઇન્કવાયરી માટે મૂકવામાં આવેલા ટચ સ્ક્રીન કિયોસ્કનું નિરીક્ષણ કરી આ કામગીરી માટે વડોદરા ડિવિઝનની પ્રશંસા કરી હતી. જનરલ મેનેજરે ઉત્કૃષ્ઠ કામગીરી માટે વડોદરા ડિવિઝનને પ૦ હજારનું રોકડ ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી.

રેલવેના જનરલ મેનેજરે વડોદરા રેલવે સ્ટેશન ખાતે તૈયાર થઇ રહેલી એસ્કેલેટરની સુવિધાની કામગીરી પણ નિહાળી આ કામગીરી તા.૩૦ જુલાઇ સુધીમાં પૂરી કરી દેવાની સૂચના ડી.આર.એમ. સહિ‌ત ઉચ્ચાધિકારીઓને આપી હતી. આ ઉપરાંત અલકાપુરી તરફના પ્રવેશદ્વાર ખાતે મુસાફરો માટે પાકિગ સહિ‌તની સુવિધાઓ વધારવા પણ જણાવ્યું હતું.