વડોદરા રેલવે ડિવિઝનમાં ઓછા મુસાફરોવાળા 9 હોલ્ટ બંધ કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
વડોદરા: પશ્ચિમ રેલવેના વિવિધ ડિવિઝન હેઠળના અપેક્ષા કરતાં ઓછા મુસાફરોની અવર-જવરવાળા કુલ-17 હોલ્ટ તા.1લી ડિસેમ્બરથી બંધ કરવાની જાહેરાત કરાઇ છે. જે પૈકી વડોદરા ડિવિઝનના 9 હોલ્ટ બંધ કરવામાં આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ વડોદરા રેલવે ડિવિઝન હેઠળ આવતા અસરમા, લિમ્બારા, કોસાડી, સિમોદ્રા, વંકલ, અણખી, કુરાલ, સાધી અને સંજલી સ્ટેશનના હોલ્ટ તા.1લી ડિસેમ્બરથી બંધ કરાશે. વડોદરા ડિવિઝનના બંધ કરવામાં આવનારા હોલ્ટ મોટાભાગે નેરોગેજ સેકશનના હોવાની વિગતો સાંપડી છે.