રાહુલ ગાંધી વિપક્ષી નેતા પણ નહીં બની શકે : બાબા રામદેવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-કોંગ્રેસે માત્ર એક જ પરિવારના વિકાસની ચિંતા કરી
-રાહુલ ગાંધી ભ્રષ્ટાચારના ફળ ખાઈ શકે તે માટે આખી કોંગ્રેસ કામે લાગી ગઈ છે

નહેરૂએ નાંખેલા ભ્રષ્ટાચારના પાયાને ઈન્દીરા ગાંધીએ પોષ્યો હતો અને આ ભ્રષ્ટાચારને રાજીવ તથા સોનિયાએ ફળ આપ્યા હતા. આ ભ્રષ્ટાચારના ફળ રાહુલ ગાંધી ખાઈ શકે તે માટે આખી કોંગ્રેસ કામે લાગી છે. પરંતું રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન તો દૂર આ વખતે વિરોધ પક્ષના નેતા પણ નહીં બની શકે તેમ બાબા રામદેવે અત્રે જણાવ્યું હતું.પત્રકારોને સંબોધતા યોગગુરૂ બાબા રામદેવે જણાવ્યું હતુંકે દેશમાં ૬૦ વર્ષ કરતા વધુ સમય સુધી રાજ કરનાર કોંગ્રેસે દેશના નાગરીકોના બદલે માત્ર એક પરિવારના વિકાસની ચિંતા કરી છે.

આ ચૂંટણીમાં કોંગ્રેસને પ૦ બેઠકો પણ નસીબ નહીં થાય તેમ કહ્યું હતું. તેઓએ જણાવ્યું હતુંકે ગુજરાત સહિ‌ત દેશના અનેક રાજ્યોમાં કોંગ્રેસનું ખાતું પણ નહીં ખુલે. રાહુલ ગાંધી આ વખતે વિરોધ પક્ષના નેતા પણ નહીં બની શકે.શહેરમાં યોગ શિબિર કરવા માટે આવેલા બાબા રામદેવને હાઈર્કોટના આદેશથી શરતી પરવાનગી આપવામાં આવી હતી. આજે શહેરમાં આવતાની સાથે જ બાબા રામદેવ પોલીસ કમિશનર કચેરીએ ગયા હતા. જ્યાં શહેર પોલીસ કમિશનર સતિષ શર્મા સમક્ષ રૂબરૂમાં શરતોનું પાલન કરવા અંગે સોગંધનામું રજુ કર્યું હતું.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...