• Gujarati News
  • Protest Against Narendra Modi And Nawaz Sharif At Vadodara

વડોદરામાં નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફનો વિરોધ: પોસ્ટર બાળ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-દેશ કે જવાનો કે શિર કાટનેવાલે કો ખાને કી દાવત, યે નયે પી.એમ. કી શુરુઆત હૈ
વડોદરાના અભિલાષા ચાર રસ્તા પાસે કોંગ્રેસના કાર્યકરો દ્વારા દેશના વડાપ્રધાન પદના શપથ લેવા જઇ રહેલા નરેન્દ્ર મોદી તથા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસના કાર્યકરોએ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતા હોર્ડિંગ નજીક પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફનું પોસ્ટર બાળ્યું હતું. શરીફના ફોટોવાળા આ પોસ્ટર પર લખવામાં આવ્યું હતું કે, દેશ કે જવાનો કે શિર કાટનેવાલે કો ખાને કી દાવત, યે નયે પી.એમ. કી શુરુઆત હૈ.
નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફનો કોંગ્રેસ કાર્યકરે શા માટે કર્યો વિરોધ? જાણવા તથા વિરોધ પ્રદર્શનની વધુ તસવીરો નિહાળવા ફોટો બદલતા જાવ.
તસવીરો: પ્રણય શાહ, વડોદરા.