ડૉ. યાદવે 2004 અને 2008માં પણ 3 અધ્યાપિકાની સતામણી કરી હતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તમામ તસ્વીરો પ્રતિકાત્મક)
- ડૉ. યાદવે 2004 અને 2008માં પણ 3 અધ્યાપિકાની સતામણી કરી હતી
- આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપકે અગાઉ પણ ઉધ્ધતાઇભર્યું વર્તન કર્યું હતું
- એક કિસ્સામાંતો તપાસ શરૂ થતા પહેલાં જ અધ્યાપકે માફી પત્ર લખી આપ્યું હતું
વડોદરા : આર્ટ્સ ફેકલ્ટીમાં સ્ટુડન્ટ ડીન તરીકે લગભગ છેલ્લા 7 વર્ષથી ફરજ બજાવતાં ડૉ. ઓ.પી.યાદવે હાલમાં માનસિક અને જાતીય સતામણીની ફરિયાદ કરનાર મહિલા અધ્યાપક તથા અન્ય બે મહિલા અધ્યાપિકા સાથે વર્ષ 2004 અને વર્ષ 2008માં પણ ચારીત્ર અંગેની બિભત્સ કોમેન્ટ કરવાની સાથે ઉધ્ધતાઇભર્યું વર્તન કયું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.ડૉ. યાદવે 2004માં પ્રથમ વખત જ મહિલા અધ્યાપિકાના ચારિત્ર અંગે બિભત્સ કોમેન્ટ કરી હતી.

મહિલા અધ્યાપક ઉપરાંત ફેકલ્ટીના અન્ય મહિલા અધ્યાપિકા સામે ચારીત્ર અંગે કોમેન્ટ જાહેરમાં કરાતા સમગ્ર મામલો તત્કાલનિ વીસી પ્રો. કે.સી.ઉપાધ્યાય પાસે જતાં તેમણા આર્ટ્સ ફેકલ્ટીના તત્કાલનિ ડીન પ્રો. આર.જે.શાહને તપાસ સોંપી હતી. જોકે તપાસ શરૂ થાય તે પહેલાં જ ડૉ. યાદવે લેખિતમાં મહિલા અધ્યાપકની માફી માંગીને પ્રકરણને રફે-દફે કરાવી દીધી હતું. 2004 બાદ 2008માં પણ પુન: એક વખત ત્રણ મહિલા અધ્યાપિકા સાથે ઉધ્ધતાઇ પૂર્વક વર્તવા.
પરીક્ષાની કામગીરીના ડોક્યુમેન્ટ કેબીનમાં ફેકવા, ઉચા અવાજે બોલીને ધમકાવવા, અપમાનીત ભાષાનો પ્રયોગ કરવો તેમજ પીઠપાછળ ચારીત્ર હનનની કોમેન્ટ કરી હતી હોવાનું લેખિત ફરિયાદમાં મહિલા અધ્યાપકે ઉલ્લેખ કર્યો છે. ચાર મહનિા પહેલાં જ હાલમાં ડપિાર્ટમેન્ટના હેડ અને અધ્યાપિકાને પણ ડૉ.યાદવે તેમની ઓફીસમાં ઘૂસી જઇને ‘તે કેમ દરવાજો ખુલ્લો રાખ્યો છે, બંધ કર તથા ‘તું વીસીને મળીને આવી ? તેવી અપમાનીત ભાષાનો પ્રયોગ કરવાની સાથે ઓફીસનો દરવાજો બંધ કરી દેતાં જ અધ્યાપિકાએ ફરિયાદ વીસીને કરી છે.
2004માં સમાધાન કરાવ્યું હતું
ડૉ.યાદવ સામે 2004માં મહિલા અધ્યાપિકાની સતામણીની ફરિયાદ બાદ તત્કાલનિ વીસી પ્રો. કે.સી.ઉપાધ્યાયે કમિટી બનાવીને સોંપેલી તપાસમાં ફેકલ્ટીની આબરૂ ન જાય તેમજ તેનું હિત સાચવવા માટે સમગ્ર સંવેદનશીલ હોઇ તમામ અધ્યાપકોની બેઠક બોલાવી હતી. અધ્યાપકોની હાજરીમાં જ મહિલા અધ્યાપિક સમક્ષ ડૉ. ઓ.પી.યાદવે લેખિતમાં માફી માંગતાં જ બંને પક્ષે સમાધાન થયું હતું. સમાધાન બાદ 2008 સુધી હું ડીન પદે રહ્યો ત્યાં સુધી અન્ય કોઇ ફરિયાદો મને મળી નથી.
- પ્રો. આર.જે.શાહ, પૂર્વ ડીન, આર્ટ્સ ફેકલ્ટી.

ડો. યાદવનો સંર્પક ન થયો
મહિલા અધ્યાપિકાની 2004ની ફરિયાદ અંગે ડૉ.યાદવનો પક્ષ જાણવા માટે મોબાઇલ પર ફોન કરતાં તેમણે ફોન ઉપાડયો નહતો. તેમણે એસ.એમ.એસનો પણ જવાબ આપ્યો નહોતો.
વાંચો આગળ,દિવ્ય ભાસ્કરે વી.સી સાથે કરી સીધી વાત, અગાઉની ફરિયાદોમાં શું ઉલ્લેખ?.........