તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરના પ્રોમિનન્ટ સિટિઝન્સે આ રીતે ઉજવી દિવાળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે યાદગાર દિવસોનો આનંદ માણ્યો

શહેરના પ્રતિષ્ઠિ‌ત નાગરિકો માટે પણ પ્રકાશ પર્વ દિવાળી અને નવા વર્ષનું સેલિબ્રેશન વિશેષ રહ્યું હતું. આ પૈકીના મોટાભાગના નાગરિકોએ સિટીમાં જ સેલિબ્રેશન કરવાનું પસંદ કર્યું હતું. જોકે તેમના માટે પણ ફેમિલી અને ફ્રેન્ડ્સનું જ મહત્ત્વ વધારે રહ્યું હતું.જેમણે દિવાળી અને નવા વર્ષનો પ્રથમ દિવસ બહારગામ ઉજવ્યો. કેટલાક નાગરિકોએ પોતાની પરંપરાગત માન્યતા મુજબ ધાર્મિ‌ક સ્થળોએ જવાનું પસંદ કર્યું હતું.

તો કેટલાકે પોતાના રૂટિનમાં ફેરફાર કરીને ફેમિલી સાથે કે અન્યત્ર સ્થળે જઈને સેલિબ્રેશન કર્યું હતું. તેમના મતે દિવાળી ફેસ્ટિવલમાં રૂટિન દિવસો કરતાં ડિફરન્ટ અહેસાસ થાય અને પરિવાર સાથે શાંતિપૂર્વક દિવસો પસાર કરીએ તે મહત્વનું હોય છે. જેઓ બહારગામ દિવાળી અને ન્યૂઇયર સેલિબ્રેશન કરે છે તેમના મતે ગુજરાતમાં આ દિવસો દરમિયાન જે ઉત્સાહ જોવા મળે છે તે અન્ય રાજ્યોમાં ભાગ્યે જ જોવા મળે છે.

જમ્મુ-કાશમીરમાં તો માત્ર એક જ દિવસ દિવાળીના દિવસે રજા પડે છે, લોકો ફટાકડા પણ ફોડે છે પણ બીજા દિવસે ફરીથી લોકો રૂટિન લાઈફમાં જોડાઈ જાય છે.આ સેલિબ્રેશન માટે 'સિટી ભાસ્કરે’ શહેરના જુદા જુદા ક્ષેત્રના કેટલાક પ્રતિષ્ઠિ‌ત નાગરિકો સાથે વાત કરીને તેમણે દિવાળી અને ન્યૂયર સેલિબ્રેશન કેવી રીતે કર્યું તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...