• Gujarati News
  • Pramukh Swami Birthday Special Chansad Village People Remember

બાળપણમાં ચાણસદ ગામની આ ગલીઓમાં રમતાં પ્રમુખ સ્વામી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: ચાણસદ ગામની આ ગલીઓ રમતાં બાળ પ્રમુખ સ્વામી)
વડોદરા: તિથિ પ્રમાણે માગશર સુદ આઠમના રોજ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ દિવસ છે. વડોદરા નજીક આવેલા પ્રમુખ સ્વામીના જન્મસ્થળ ચાણસદ ગામ સહિત દેશ-દુનિયામાં તેમના જન્મદિવસની ઉજવણી થઇ રહી છે. દિવ્યભાસ્કર ડોટ કોમની ટીમ દ્વારા આ પ્રસંગે ચાણસદ ગામની મુલાકાત લેવામાં આવી હતી. દરમિયાન ગામ લોકોએ પ્રમુખ સ્વામીના બાળપણની યાદો વાગોળતા ધન્યતા અનુભવી હતી.
ચાણસદ ગામના લોકોને પ્રમુખ સ્વામી વિશે પૂછતા જ ગદગદિત થઇ ઉઠતા હતાં અને આંગળીનો ઇશારો કરીને કહેતા કે આ ગલીઓ શાંતિલાલ (પ્રમુખ સ્વામીનું બાળપણનું નામ) રમતાં હતાં તથા આ જે સામે દેખાય એ તળાવમાં પ્રમુખ સ્વામી મિત્રો સાથે તરવાની હોડ લગાવતા હતાં.

ચાણસદ ગામની જે ગલીઓમાં બાળ પ્રમુખ સ્વામી રમતા, તળાવમાં હોડ લગાવતા, ગામની સુવિધાઓ નિહાળવા ફોટો બદલતા જાવ.

તસવીર: મેહુલ ચૌહાણ, રોહિત ચાવડા, વડોદરા