મતદાન માટે પ્રમુખ સ્વામી અને હરિપ્રસાદ સ્વામીની અપીલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકશાહીના મહાપર્વને મતદારો ઉમળકાભેર ઉજવશે
વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્ર અને વિવિધ સંસ્થાઓ દ્વારા અપીલ


લોકસભાની-૨૦૧૪ની ચૂંટણી અંતર્ગત બુધવારે ગુજરાતની ૨૬ બેઠકો પર મતદાન થશે. લોકશાહીના આ મહાપર્વમાં દેશનાં નાગરિકો-મતદારો ઉમળકાભેર ભાગ લેશે.
મતાધિકારનો ઉપયોગ કરવો પ્રત્યેક મતદારની ફરજ હોવા ઉપરાંત તંદુરસ્ત લોકશાહીની સ્થાપના માટે પ્રત્યેક મતદાર મતદાન કરે તે આવશ્યક છે. લોકશાહીના આ મહાપર્વમાં આ વખતે વધુમાં વધુ મતદાન થાય તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ઝુંબેશ ચલાવાઇ રહી છે. આ કાર્યમાં ધર્મગુરુઓ અને ધાર્મિ‌ક સંસ્થાઓ પણ જોડાય છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના વડા પૂ.પ્રમુખ સ્વામી મહારાજ તેમજ હરિધામ સોખડા સ્થિત શ્રી સ્વામીનારાયણ મંદિરના સંસ્થાપક પૂ.હરિપ્રસાદ સ્વામીએ હરિભક્તોને મતદાન દ્વારા રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરવા અપીલ કરી છે.
પ્રમુખ સ્વામીનો આદેશ
પ્રમુખસ્વામી મહારાજે તમામ હરિભક્તોને આ વખતે પણ આદેશ આપ્યો છે કે, મતદાનના દિવસે સવારે પહેલું કાર્ય પોતાના કેન્દ્રમાં મતદાન કરવું અને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની પવિત્ર ફરજ અદા કરવી. પૂ.પ્રમુખસ્વામીએ આ તબક્કે સંસ્કૃતિ, ધર્મ અને દેશનાં તમામ પ્રજાજનોનું રક્ષણ થાય. ભારતનો સર્વાંગી વિકાસ થાય, સૌ સુખ-શાંતિ અને આધ્યાત્મિક મૂલ્યોથી સંપન્ન બને એવું સુશાસન સ્થપાય તે માટે ભગવાનને પ્રાર્થના કરવા પણ જણાવ્યું છે.

આગળ વાંચો હરિપ્રસાદ સ્વામીની અપીલ....