પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ‘ઉત્કૃષ્ટતા દોડ’ યોજાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: શુક્રવારે સ્વતંત્રતા દિને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ‘ઉત્કૃષ્ટતા દોડ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવાજનો સહિત ૧૮૫ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. આ દોડ શુક્રવારે સવારે ૭.૦૦ વાગે એરપોર્ટ સર્કલથી વુડા સર્કલ સુધી યોજાઇ હતી. આ દોડને ફલેગ ઓફ શહેરના મેયર ભરત શાહે કરી હતી.
આ પ્રસંગે વુડાના અધ્યક્ષ એન વી પટેલ, પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કાર્યપાલક નિર્દેશક ડીકે સિંહ અને મુખ્ય પ્રબંધક(એચઆર) મિથિલેશ કુમાર ઉપસ્થિત રહ્યાં હતા. આ દોડમાં આવેલા વિનર્સને વિવિધ પ્રાઇઝ આપવામાં આવ્યાં હતા. પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, વડોદરાની સ્થાપના ૧ જુન, ૨૦૦૭માં કરવામાં આવી હતી. તેની ઓફિસ વુડા બિલ્ડિંગમાં આવેલી છે.