રવિવારે વડોદરામાં બાજવાડા ફીડરમાં 4 કલાકનો વીજકાપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
વડોદરા: મધ્ય ગુજરાત વીજ કંપનીના સિટી સર્કલ વિભાગ દ્વારા આવતીકાલે રવિવારે તા.19 ઓક્ટોબરે વડોદરા શહેરના માંડવી સબડિવિઝનના બાજવાડા ફીડર ખાતે મેન્ટેનન્સની કામગીરી કરાશે. જેથી બાજવાડા ફીડર હેઠળના વિસ્તારોમાં રવિવારે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી વીજકાપ રાખવાની જાહેરાત કરાઇ છે. વીજકાપને કારણે 4000 ગ્રાહકોને 4 કલાક સુધી વીજ પુરવઠાથી વંચિત રહી પરેશાનીનો સામનો કરવો પડશે.