વડોદરામાં વાસણા અને ગોત્રી વિસ્તારના એક-એક ફીડરમાં મંગળવારે વીજકાપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: મધ્ય ગુજરાત વીજ કંપનીના સિટી સર્કલ વિભાગ દ્વારા મંગળવારે તા.18 નવેમ્બરે શહેરમાં વાસણા સબડિવિઝનના મહાબલી પુરમ્ ફીડર ને ગોત્રી સબડિવિઝનના કર્મજયોત ફીડર હેઠળના વિસ્તારોમાં મેન્ટેનન્સની કામગીરી કરાશે. જેથી આ બંને ફીડરના વિસ્તારોમાં સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી વીજકાપ રાખવાની જાહેરાત વીજ કંપની દ્વારા કરાઇ છે. વીજકાપને કારણે 4800 કનેકશન સાથે સંકળાયેલા 19,200 ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડશે, અને મહાબલી પુરમ્ ફીડરના મુક્તિનગર, તાંદલજા રોડ, યોગી કુટીર, મરીયમ પાર્ક, કરિશ્મા પાર્ક, શાલીમાર ડુપ્લેક્ષ, તાઇફ નગર 1-2 તેમજ કર્મજ્યોત ફીડરના કર્મજ્યોત, ગોકુલ ટાઉનશીપ, રાધેશ્યામ સોસાયટી, વ્રજભૂમિ, સોનલ પાર્ક, શિવાંજલિ, ગેરી રોડ અને અવની ફલેટ સુધીના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.